એર ટિકિટ માટે આધારકાર્ડ ફરજિયાત નથીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગઈ કાલે સાંસદોનાં એક જૂથને જણાવ્યું હતું કે એર ટિકિટ બુકિંગ કરાવવા માટે જે તે યાત્રિક માટે આધારકાર્ડ રજૂ કરવું ફરજિયાત નથી. અને આ માટે સરકાર તરફથી કોઈ જ યોજના બનાવવામાં આવી નથી.

પી. ચિદમ્બરમ્ની અધ્યક્ષતાવાળી ગૃહ મામલાની સંસદની સ્થાયી સમિતિની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી કોઈ બાબતે સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો નથી. આ બેઠકમાં સામેલ એક સાંસદે આ અંગે માહિતી આપી હતી.દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાના નેતૃત્વમાં સાંસદોને ખાતરી આપતાં જણાવ્યું હતું કે આધાર ડેટા સુરક્ષિત છે કોઈપણ વ્યકિતના આધાર ડેટા લીક થતા નથી. તેમજ આવી અંગત બાબત કોઈ ખોટી વ્યકિતના હાથમાં જવાની શક્યતા જ નથી. કારણ સરકારે જે લોકોના આધારકાર્ડને લગતી વિગતો મેળવી છે તે ખૂબ જ સુરક્ષિત છે. અને આવી માહિતી સુરક્ષિત રહે તે માટે મુખ્ય સર્વરનું ફાઉન્ડેશન એવી રીતે કરવામાં આવ્યું છે કે તેના કારણે કોઈ પણ વ્યકિતની અંગત માહિતી લીક થઈ ન શકે. તેથી આવી અફવાથી દૂર રહેવા જણાવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like