વૃદ્ઘોનું આધાર વેરિફિકેશન બન્યું વધારે સરળ

આધાર કાર્ડ વેરિફિકેશન માટે શરૂ થનારી ફેસ ઑથેંટિકેશનની સુવિધા સીનિયર સીટિઝન્સ માટે ખૂબ જ મદદરૂપ થશે. યૂનિક આઇડેંટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ દાવો કર્યો છે કે, તેની સાથે સંબંધિત કેટલાક તથ્ય સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. UIDAIએ સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે હાલ આધાર વેરિફિકેશનની રીતથી 83% લોકો સંતુષ્ટ છે, તો ફિંગરપ્રિન્ટ સાથે ફેશ ઓથેટિંકેશનનું ફિચર જોડાવાથી 100% સુધી પહોંચશે.

વાસ્તવમાં ફિંગરપ્રિન્ટની મદદથી થતા વેરિફિકશનમાં ઘણી સીનિયર સીટિઝન માટે મુશ્કેલી ઉભી થાય છે કારણ કે ઉંમરની સાથે તેમની આંગળીઓના નિશાન ગાયબ થઇ જાય છે. ઘણાં કેસમાં સિનિયર સિટીઝન્સે સરકારી યોજનાઓથી વંચિત રહેવું પડ્યું છે. UIDAI અનુસાર, નવા ફિચરથી સૌને લાભ થશે.

ફેસ ઓથેટેંફિકેશ સાથે થનાર વેરિફિકેશન જૂલાઇથી શરૂ થશે. પરંતુ તેને પહેલા કેટલાંક વૃદ્ધો પર ટેસ્ટ કરવામાં આવશે. 9 રાજ્યોથી અલગ અલગ ઓલ્ડ એજ હોમમાં રહેતા આશરે 4500 વૃદ્ધોને તેમાં સામેલ કરવામાં આવ્યાં હતા. ફેસ અને ફિંગરપ્રિન્ટ દ્વારા વેરિફિકેશન 99% સફળ રહ્યું અને સાથે જ ફિંગરપ્રિન્ટ અને આઇ રેનું વેરિફિકેશન સક્સેસ 95% રહ્યું.

ઉલ્લેખનીય છે કે પેન્શન વગેરે સુવિધાઓ માટે સરકારે આધાર જરૂરી કરી દીધુ છે પરંતુ જે રાજ્યોમાં હજુ ઇન્ટરનેટની સારી સુવિધાઓ નથી ત્યાં આધાર વિના પણ સરકારી સુવિધાઓ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

You might also like