જલ્દી લોન્ચ થશે આધાર એપ્લીકેશન, દુકાનદારોને થશે આ ફાયદો

યૂનિક આઇન્ડેટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર પે એપ્લીકેશનને લોન્ચ કરવાની પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. આ પેમેન્ટ એપ્લીકેશનને પ્રોત્સાહન આપવા માટે સરકાર નાના અને મધ્યમ દુકાનદારોને એક ટકા ઇન્સેન્ટિવ આપશે, જે એનો ઉપયોદ ચૂકવણી માટે કરશે. આ ઉપરાંત દુકાનદારોને કોઇ ટ્રાન્ઝેક્શન ચાર્જ આપવો પડશે નહીં, કે પીઓએસ મશીનનો પણ ખર્ચ લાગશે નહીં.

યૂઆઇડીએઆઇના સીઇઓ અજય ભૂષણ પાંડે એ જણાવ્યું કે આ સિસ્ટમને શરૂ કરવા માટે અત્યાર સુધી આવતી અડચણોને દૂર કરી દેવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇડીએફસી બેંક અને ઇન્ડસઇન્ડ બેંકના આધાર પર આધારિત પેમેન્ટ સિસ્ટમ તૈયાર કરી લીધી છે, જ્યારે આઇસીઆઇસીઆઇ બેંક પીએનબી સહિત 11 બીજી બેંકો આ માટેની તૈયારીમાં લાગેલી છે.

આ એપ્લીકેશન લોન્ચ થઇ ગયા બાદ કોઇ પણ વ્યક્તિ ક્રેડિટ કાર્ડ, નેટબેંકિંગ અને વોલેટ વગર કોઇ પણ પ્રકારની ખરીદી કરી શકશે. નોટબંધી બાદ ડેબિટ ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ અને અન્ય વોલેટ દ્વારા થતી ચુકવણીમાં વધારો થયો છે. પરંતુ ગામડામાં રહેતા લોકો હજુ સુધી ડિજીટલ ચુકવણીથી પરેશાન છે.

જો કે આ બાબતે પાંડેએ જણાવ્યું કે આગળના થોડાક સપ્તાહમાં આ એપ્લીકેશન લોન્ચ થઇ જશે. આધારકાર્ડથી જોડાયેલા ખાતાઓનો ઉપયોગ પેમેન્ટ માટે થઇ શકશે. પેમેન્ટ માટે માત્ર ફિંગરપ્રિન્ટની જરૂરીયાત પડશે. પાંડેએ કહ્યું, આંધ્રપ્રદેશમાં આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે ચલાવીને જોવામાં આવી રહ્યો છે.

પાંડેએ જણાવ્યું કે આ પેમેન્ટ એપ્લીકેશનને અલગથી લોન્ચ કરવામાં આવશે નહીં પરંતુ એના માટે એનપીસીઆઇ દ્વારા 30 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવેલી ભીમ એપ્લીકેશનના પ્લેટફોર્મ પર જ એને રજૂ કરવામાં આવશે. પરંતુ એનાથી જોડાયેલા સુરક્ષાના પહેલૂઓને પણ જોવા પડશે.

સાયબર એક્સપર્ટ પવન દુગ્ગલએ જણાવ્યું કે આમાં ચાર પહેલૂઓ પર ધ્યાન આપવું પડશે. પહેલું એ કે ગુપ્નીયતા જળવાઇ રહે. બીજું સુરક્ષા માટે શું પ્રમાણભૂત નક્કી કરવામાં આવ્યા છે. ત્રીજું બાયોમેટ્રિક ડેટા સ્ટોર ક્યાં હશે. જો આ પ્રાઇવેટ લોકાને આપેલા મશીનમાં સ્ટોર રહેશે તો એના દુરુપયોગની સંભાવના છે. ચોથું, એનાથી લોકોનું કાર્ડ, નેટબેંકિંગમાં થતી છેતરપિંડીથી મુક્તિ મળશે.

You might also like