આજ રાતથી આકાશમાં જોવા મળશે ઉલ્કાવર્ષાનો અદભુત નજારો

કોલકાતાઃ આજ રાત્રે આકાશમાં ઉલ્કાવૃષ્ટિનાં શાનદાર એટલે કે અદભુત નજારાને નિહાળવા માટે આપ સૌ તૈયાર થઇ જાઓ. કેમ કે 13મી ડિસેમ્બરની મધ્યરાત્રિથી લઇને 14મી ડિસેમ્બરનાં મધ્યાહ્ન સુધી આપ આ શહેરમાં હોવ કે આ દેશનાં કોઇ પણ ખુણાએ હોવ તો પણ આપ આકાશમાં ઉલ્કાઓનાં થતાં વરસાદનો અદભુત નજારો આપ જોઇ શકશો.

ઉલ્કાઓનાં વરસાદને “જેમિનિડ મીટિયોર શૉવર” કહેવામાં આવે છે. એમ પી બિડલા તારામંડળનાં નિર્દેશક દેવીપ્રસાદ દુઆરીએ જણાવ્યું કે આકાશમાં ઉલ્કાઓનો આકર્ષક નજારો જોવાં માટે લોકોએ અંધારાવાળી ખુલ્લી જગ્યાઓ પર જવું પડશે. દુઆરીએ કહ્યું કે લોકો એ સમયમાં ખુલ્લી જગ્યાઓ પર જજો અને આકાશ તરફ નજર કરજો.

આ નજારાને જોવાં માટે દૂરબીનની જરૂર નહીં પડે. દુઆરીએ કહ્યું કે ઉલ્કાવૃષ્ટિ 14 ડિસેમ્બરનાં રોજ સુધી એટલે કે આજે રાત્રે 10 વાગ્યાથી લઇને મોડી રાતથી લગભગ બે વાગ્યા સુધી ચાલવાની સંભાવના છે.

You might also like