30 દિવસે નહિ પરતું એક વર્ષથી આ મહિલાને RTIનો મળ્યો નથી જવાબ

સામાન્ય રીતે કોઈપણ આર.ટી.આઈનો જવાબ 30 દિવસમાં આપી દેવામાં આવે છે પરતું એક મહિલાને પાછલા એક વર્ષથી આર.ટી.આઈનો જવાબ આપવામાં આવ્યો નથી.

રિના નામની મહિલાએ પોતાની બાળકીનો જાતિ સર્ટિફિકેટ મેળવવા માટે આર.ટી.આઈ અધિનિયમ હેઠળ વર્ષ 2016માં અરજી દાખલ કરી હતી પરતું તેમને આજ દિવસ સુધી જવાબ આપવામાં આવ્યું નથી.

રિનાએ જણાવ્યું કે આર.ટી.આઈ હેઠળ મારી બાળકીનું જાતિનું સર્ટિફિકેટ માંગ્યુ હતું પરતું મેહસુલ વિભાગે મને મારા પતિનો જાતિ સર્ટિફિકેટ રજુ કરવા જણાવ્યું હતું. વર્ષ 2016માં આ અંગે આર.ટી.આઈ દાખલ કરી હતી.

રિનાએ માહિતી પંચની સુનાવણી દરમ્યાન જણાવ્યું કે
એપિલેટ ઓથોરીટીના આદેશ બાદ પુણ જાહેર માહિતી અધિકારીએ આદેશનો પાલન કર્યું નથી અને તેમની આર.ટી.આઈનો નિકાલ થયો નથી.

દિલ્હી સ્થિત સતર્ક નાગરીક સંગઠન દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં પારર્દશિતાનો અભાવ અને આર.ટી.આઈના જવાબમાં વિલંબ નાગરીકોની સૌથી મોટી સમસ્યા તરીકે સામે આવી.

14 હજારથી વધુ અપિલ અને ફરીયાદ હોવા છતાં રાજ્યનો માહિતી પંચ એક કમિશ્નર સાથે જ કાર્ય કરી રહ્યું છે. મોટી સંખ્યામાં પેન્ડીંગ આર.ટી.આઈને લીધે આ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. કેરળના વતની અબે જ્યોર્જે જણાવ્યું કે સરકાર આ રીતે જવાબ ન આપી લોકોને હેરાન કરવા માંગે છે.

આંધ્ર પ્રદેશના આર.ટી.આઈ એક્ટીવિસ્ટ ચક્રધારે જણાવ્યું કે રાજ્યમાં પાછલા 11 મહિનાથી રાજ્ય માહિતી પંચ કામ કરતું નથી.

You might also like