કૃણાલે લલનાના કપડા ઉતાર્યા તે સાથે જ નકલી પોલીસ ત્રાટકી અને સર્જાયા ફિલ્મી દ્રશ્યો

વડોદરા : મહિલાઓની રૂપની લાલચમાં આવીને પૈસા ગુમાવનારા લોકોની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. વડોદરમાં વધારે એક આવો કિસ્સો સામે આવ્યો હતો. મહિલા યુવાન વેપારીને લલચાવીને કરોડિયા રોડ પરનાં એક મકાનમાં લઇ ગઇ હતી. જ્યાં તેણે પહેલાથી જ ગોઠવી રાખેલા છટકા અનુસાર નકલી પોલીસ ત્રાટકી હતી. આ પોલીસ ટીમે (નકલી) યુવક અને મહિલાનાં નગ્ન ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ 14 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો.

વેપારી વાઘોડિયા રિંગરોડ પર ઇલેક્ટ્રોનિકનો વ્યસાય કરે છે. કૃણાલ નામનાં આ વેપારીને એક મહિલા મળી હતી. ભાવના તેની દુકાને આવી હતી અને પરિચય કેળવ્યો હતો. બંન્નેએ શરીરસુખ માણ્યું હતું. ત્યાર બાદ બુધવારે સવારે ફરીથી મહિલાએ કૃણાલને ફોન કરીને છાણી જકાતનાકા પાસો બોલાવ્યો હતો. જ્યાં ભાવના કૃણાલની કારમાં બેસી કરોડિયા રોડ પરની મસ્જિદ પાસેનાં મકાનમાં ગયા હતા. રૂમમાં પહોંચીને કૃણાલ અને ભાવનાંએ પ્રણયલીલા ચાલુ કરી હતી. જો કે બંન્નેએ એક બીજાનાં કપડા ઉતાર્યા તે સાથે જ પાંચ શખ્સો રૂમમાં ઘુસી આવ્યા હતા. આવતાની સાથે જ તેઓએ બંન્નેનાં કઢંગા ફોટા પાડી લીધા હતા. ત્યાર બાદ 14 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો.

જો કે યુવકે આ ફોટા ડીલીટ કરી દો તો બીજા 20 હજાર રૂપિયા આપુ તેવી લાલચ આપીને બે વ્યક્તિઓને પોતાની સાથે લીધા હતા. બંન્ને વ્યક્તિ સાથે તે સીધો જ ફતેહગંજ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ બંન્ને નકલી પોલીસને પરસેવો વળી ગયો હતો. જો કે યુવકને ચકમો આપીને તે બન્ને ફરાર થઇ ગયા હતા.બંન્ને નજીક આવેલા શો રૂમમાં ઘુસી ગયા હતા.

યુવકે બહાર રહેલા પોલીસને બુમો પાડીને બોલાવ્યા હતા. જેથી પોલીસે પણ જાગૃતતા દેખાડતા શોરૂમની અંદર જઇ શોરૂમને થોડા સમય માટે લોક કરાવીને બંન્નેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

You might also like