નશામાં ધૂત છોટાઉદેપુર તાલુકા પંચાયતના કર્મચારીનો Video આવ્યો સામે …

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દારૂ બંધીના લીરેલીરા ઉડાવતો એક સરકારી કર્મચારીનો જ વીડિયો સામે આવ્યો છે. જેમાં નશામાં ધૂત એક કર્મચારી મહિલાકર્મીની હાજરીમાં જ કચેરીની અંદર અપશબ્દો અને મારમારી કરતો જોવા મળ્યો.

સામે આવેલ આ વીડિયો છોટાઉદેપુર તાલુકા પંચાયતનો છે. અને નાગરિકો સાથે મારા-મારી કરતો શખ્સ તાલુકા પંચાયતમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. કર્મચારી નશામાં એટલો ધૂત છે કે, પહેલા કચેરીના કર્મચારી સાથે જ ગાળાગાળી કરે છે.

મહિલાકર્મીની હાજરીમાં જ ગંદીગંદી ગાળો બોલે છે. એટલું જ નહીં પરંતુ કચેરીમાં કામ કરાવવા માટે આવતા લોકો સાથે પણ મારામારી કરતા જોવા મળ્યો.

આ દ્રશ્યો માત્ર એક દિવસના જ નથી. પરંતુ મોટાભાગે આ કર્મચારી ફરજ પર દારૂના નશામાં ચૂર હોવાનું પણ જાણવા મળ્યું છે.. જેથી કચેરીના કર્મચારીઓ પણ પરેશના છે. છતાં પણ જિલ્લા પંચાયત દ્વારા આ કર્મચારી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

ત્યારે જિલ્લા પંચાયત સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, એવી તો શું મજબૂરી છે કે, આ અર્મચારીને છાવરવામાં આવી રહ્યો છે. શું અધિકારીઓ પર કોઈ ઉચ્ચ લેવલનું દબાણ છે, કે પછી આ નશાખોર અધિકારીના રાજકારણીઓ સાથે સારા સંબંધ છે. આખરે તેની સામે શા માટે કાર્યવાહી નથી થઈ રહી તે એક મોટો સવાલ છે..

You might also like