યુટિલિટી વાન ઝાડ સાથે અથડાતાં ગમખ્વાર અકસ્માતઃ પાંચનાં મોત

અમદાવાદ: જૂનાગઢ-ગોંડલ રોડ પર ભુણાવા ચોકડી પાસે મુસાફરો ભરેલી યુટિલિટી વાન ઝાડ સાથે અથડાતાં પાંચ મુસાફરનાં ગંભીર ઈજા થવાને કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે છ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં તમામને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.રાજકોટ નજીક અાવેલા વેરાવળ-શાપર ખાતે રહેતા અને ઔદ્યોગિક વસાહતમાં કામ કરતાં ૧૫ જેટલા લોકો સોમનાથનો મેળો માણવા યુટિલિટી વાનમાં ગયા હતા.

મેળો માણી સોમનાથથી પરત અાવી રહ્યા હતા ત્યારે મોડી રાતે ગોંડલ નજીક ભુણાવા ચોકડી પાસે યુટિલિટી વાનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં વાન ધડાકા સાથે ઝાડ સાથે અથડાતાં અા અકસ્માત સર્જાયો હતો. જેમાં વાનમાં બેઠેલા પાંચ વ્યક્તિના ગંભીર ઈજા થવાને કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં જ્યારે ચકા સુભાષ યાદવ, નેહા યાદવ, કિશનભાઈ ચિત્રોડા, નિર્જલા સુભાષ યાદવ, સુભાષ રાજદેવ યાદવ સહિત છને ગંભીર ઈજા થઈ હતી.

અા ઉપરાંત વ્યારા-સુરત રોડ પર પેટ્રોલ પંપ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલી એક કારે બાઈક સવાર બે યુવાનને અડફેટે લેતાં અા બંને યુવાન બાબુસિંહ ચૌધરી અને ભાવિન ચૌધરીનાં ગંભીર ઈજા થવાને કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં.

You might also like