Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે. નીના નૈષધ એમના નીકોઇ ફાઉન્ડેશન હેઠળ અમદાવાદ તથા ગુજરાતની બહાર પણ અનેક આર્ટ અને કલ્ચરલ એક્ટિવિટિઝ કરતાં હોય છે.

કોલકાતાના સિગલ ફાઉન્ડેશન સાથે મળી નીના નૈષધે આર્ટિસ્ટ માધવી પારેખનાં પેન્ટિંગ્સનું એક્ઝિબિશન “ધ લાસ્ટ સપર” નું આયોજન અમદાવાદનાં ચેપલની અંદર કર્યું છે.

માધવી પારેખનાં આ પેન્ટિંગ એક્રેલિક પર રિવર્સ પ્રોસેસથી કરવામાં આવ્યાં છે. માધવી પારેખે જણાવ્યું “જેરુસલેમનાં હોલોકસ મ્યુઝિયમની મુલાકાત લીધા પછી જીસસનાં જીવન પર આધારિત પેન્ટિંગ્સ બનાવ્યાં.” માધવી પારેખનાં આ પેન્ટિંગ્સ પહેલાં કોલકાતા તથા ગોવાના ચર્ચમાં પણ પ્રદર્શનમાં મૂકવામાં આવેલ હતાં.

અમદાવાદમાં ગુજરાત કોલેજ પાસેના, એલ પી મિશન કમ્પાઉન્ડમાં આવેલ ચેપલમાં જિસસના જીવન પરનાં પેન્ટિંગ્સ કેન્ડલ લાઈટમાં જોવા મળે છે. ચર્ચના માહોલમાં આ પેન્ટિંગ્સને કેન્ડલ લાઇટમાં નિહાળવાં એ એક અલગ જ પ્રકારનો અનુભવ છે. આ એક્ઝિબિશન ૨૪ ફેબ્રુઆરી સુધી જોઇ શકાશે.•

You might also like