બે કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારી GST ઓડિટ રિપોર્ટ ફાઈલ કરી શકે છે

વાર્ષિક રૂ. બે કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ હવે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે જીએસટી ઓડિટ રિપોર્ટના ફાઇલિંગ શરૂ કરી શકે છે. જીએસટી નેટવર્કે પોતાના પોર્ટલ પર તેના ફોર્મ જારી કરી દીધાં છે. ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી)ના પ્રથમ વર્ષ એટલે કે ૨૦૧૭-૧૮ માટે ઓડિટ રિપોર્ટ ૩૦ જૂનના રોજ ફાઇલ કરવામાં આવ્યા હતા.

મંત્રાલયે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ વાર્ષિક રિટર્ન ફોર્મ જીએસટીઆર-૯, જીએસટીઆર-૯એ અને જીએસટીઆર-૯સી નોટિફાય કર્યાં હતાં. જીએસટી કાઉન્સિલે ડિસેમ્બરમાં આ ફોર્મ્સના ફાઇલિંગની છેલ્લી તારીખ ત્રણ મહિના સુધી લંબાવીને ૩૦ જૂન કરી હતી.

જીએસટી નેટવર્કે જીએસટીઆર-૯સી ફોર્મને ઓફલાઇન ઉપલબ્ધ કરાવી દીધું છે, જેને ટેક્સપેયર દ્વારા ફાઇલ અને પોર્ટલ પર અપલોડ કરી શકાય છે. જીએસટીઆર-૯ જીએસટીના અંતર્ગત રજિસ્ટર્ડ તમામ ટેક્સપેયર્સના વાર્ષિક રિટર્ન ફોર્મ છે, જ્યારે જીએસટીઆર-૯એ કમ્પોઝિશન ટેક્સપેયર માટે છે. જીએસટીઆર-૯સી એક ટેલિ સ્ટેટમેન્ટ છે, જેનું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ દ્વારા ઓથેન્ટિકેશન કરવામાં આવે છે અને તેના પર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કોસ્ટ એકાઉન્ટન્ટની સહી કરવામાં આવે છે.

નાણાકીય વર્ષ દરમિયાન રૂ. બે કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા ટેક્સ પેયર વેપારીઓએ વાર્ષિક રિટર્ન ફાઇલ કરવા માટે જીએસટી ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવો પડે છે, જેના માટેનું આ ફોર્મ ઈશ્યૂ કરવામાં આવ્યું છે.

ઇવાયના ટેક્સ પાર્ટનર અભિષેક જૈનના જણાવ્યા અનુસાર ઇન્ડસ્ટ્રી લાંબા સમયથી તેને ઓફલાઇન ફોર્મ અને જીએસટીઆર-૯સીની ઓનલાઇન ફાઇલિંગની સુવિધા માટે પ્રતીક્ષા કરી રહી હતી. ઓડિટરની ડિજિટલ સિગ્નેચર જેવા ક્લેરિફિકેશન, બેલેન્સશીટ અને પ્રોફિટ/લોસ એકાઉન્ટ તેની સાથે એટેચ કરવામાં આવે છે.

You might also like