એક એવું મંદિર જ્યાં રામ-કૃષ્ણ નહીં, પણ પૂજાય છે અમિતાભનાં શૂઝ

કોલકાતાઃ બોલીવુડ સ્ટારનાં ચાહકોની સંખ્યા તો  કરોડોમાં છે. કોઈ તેમનાં કપડાંનાં દિવાના હોય છે તો કોઇ તેમનાં એક્ટીંગનાં. ઘણાં લોકો તો તેમનાં ફેવરિટ સ્ટારને ભગવાનનો દરજ્જો પણ આપી ચૂકેલ છે. આવી જ કંઇક દિવાનગી છે મહાનાયક અમિતાભ બચ્ચનને લઇ.

સદીનાં મહાનાયક અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લોકો ભગવાનની સમાન માને છે. કોલકાતાનાં શ્રીધર રોડ પર અહીં મોટી સંખ્યામાં અનેક લોકો આવે છે. આ મંદિર અમિતાભનાં સૌથી મોટા પ્રશંસક સંજય પટોડિયાએ 16 વર્ષ પહેલાં બનાવ્યું હતું.

પહેલાં આ મંદિરમાં માત્ર અમિતાભની એક તસ્વીર જ હતી. પરંતુ પછી બે રૂમનું મંદિર બાંધવામાં આવ્યું હતું કે જેમાં અમિતાભની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવી હતી.

કોલકાતાનાં આ મંદિરમાં બિગ બી સાથે-સાથે તેમનાં બુટની પણ પૂજા થતી હોય છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અમિતાભ બચ્ચનની જ 9 પન્નાની ચાલીસા પણ અહીં વાંચવામાં આવે છે. તે પછી લોકોને પ્રસાદ આપવામાં આવે છે.

આ મંદિરમાં જે બુટની પૂજા થાય છે તે બુટ અમિતાભે ‘અગ્નિપથ’ ફિલ્મમાં પહેર્યા હતાં કે જે ખુરશી પર વિરાજમાન છે તે ખુરશીનો ઉપયોગ ‘અક્સ’ ફિલ્મમાં થયો છે.

મહત્વનું છે કે ફિલ્મ સ્ટાર દિયા મિર્ઝા પણ આ મંદિરમાં આવી ચૂકેલ છે અને અમિતાભની આરાધના પણ કરી છે. જ્યારે અમિતાભને આ મંદિર વિષે જાણવા મળ્યું હતું ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયાં હતાં. અમિતાભ બચ્ચનને કોલકાતાથી આમ પણ પહેલેથી ખાસ લાગણી છે. તેમણે મુંબઇ જતાં પહેલાં આ શહેરમાં ઘણાં વર્ષો સુધી જુદાં-જુદાં પ્રકારની નોકરી પણ કરી હતી.

You might also like