મેરઠમાં એક ભક્ત બનાવી રહ્યો છે પીએમ મોદીનું મંદિર

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં પીએમ મોદીના સમર્થક અને રિટાયર્ડ એન્જિનિયર જે.પી. સિંહે પીએમ મોદીના નામ પર મંદિર બનાવવાનું નક્કી કર્યું છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અા મંદિર મેરઠના સરધનામાં પાંચ એકર જમીન પર તૈયાર કરાવાશે. અા મંદિર માટે જમીન પણ લઇ લેવાઈ છે.

પીએમ મોદીના સમર્થક જે.પી. સિંહે કહ્યું કે મંદિરમાં પીએમ મોદીની ૧૦૦ ફૂટ ઊંચી પ્રતિભા સ્થાપિત કરાશે. તેમને એમ પણ જણાવ્યું કે અા મંદિરના નિર્માણને જોતાં ભૂમિપૂજન ૨૩ અોક્ટોબરે કરવામાં અાવશે.  જે.પી. સિંહે જણાવ્યું કે મેરઠ કર્નાલ હાઈવે પર પાંચ એકર જમીન ખરીદાઈ છે. મંદિરમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિની તર્જ પર મોદીની ૧૦૦ ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરાશે. ભવિષ્યમાં શક્ય છે કે અા મૂર્તિની મોદી ભક્તો પૂજા પણ કરશે. અા મંદિરના નિર્માણમાં કરોડો રૂપિયાની અાવક થશે.

મંદિર બનાવવામાં થતો ખર્ચ મોદી ભક્તો પાસેથી ફાળાના રૂપમાં લેવામાં અાવશે. અા મંદિરને તૈયાર થવામાં લગભગ ૨ વર્ષનો સમય લાગશે. અા મંદિરના ઉદ્ઘાટન માટે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને બોલાવવાની કોશિશ ચાલી રહી છે.

You might also like