બાપુનગરમાં જૂની અદાવતમાં યુવક પર તલવારથી હુમલો

અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં જૂની અદાવતને ધ્યાનમાં રાખીને એક યુવક પર ચાર યુવકો તલવાર વડે ઘાતકી હુમલો કરીને ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું તબીબો જાણવી રહ્યા છે. બાપુનગર પોલીસે યુવક પર થયેલા હિંસક હુમલામાં ચાર યુવકો વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

બાપુનગર ગુજરાત હાઉ‌િસંગ બોર્ડના મકાનમાં રહેતા જયંતીભાઇ ધીરુભાઇ ઝાલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચાર યુવકો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. તારીખ 22 એપ્રિલના રોજ મોડી રાતે પોણા અગિયાર વાગ્યાની આસપાસ જયંતીભાઇ તથા તેમનો ભાઇ અ‌િમત માતૃ હોસ્પિટલ પાસે અંબાજી માતાના મંદિર પાસે ઊભા હતા ત્યારે તેમની પાસે વિનોદ ઉર્ફે ગ‌િલયો ઠાકોર, સુરેશ ઠાકોર, લાલો અને વિજય ઉર્ફે કા‌િળયો નામના યુવકો આવ્યા હતા.

દરમિયાનમાં વિનોદે અમિત સાથે બે દિવસ પહેલાં તેં મને ચપ્પુ કેમ માર્યું હતું તેમ કહીને બબાલ શરૂ કરી હતી. જોતજોતામાં મામલો એ હદે વણસ્યો હતો કે ચારેય યુવકોએ અ‌િમત પર તલવાર વડે ઘાતકી હુમલો શરૂ કરી દીધો હતો. અ‌િમતના માથા તથા મોઢા અને શરીર પર તલવારના અનેક ઘા વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જૂની અદાવતમાં અ‌િમત પર ઘાતકી હુમલો કરાયો હોવાનું પોલીસ માની રહી છે.

http://sambhaavnews.com

You might also like