ફાસ્ટ બોલર તૈયાર કરવામાં ભારત નિષ્ફળ રહ્યું છેઃ પોલોક

મુંબઈ: દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શોન પોલોકનું માનવું છે કે ભારત હંમેશાં ફાસ્ટ બોલર તૈયાર કરવામાં નિષ્ફળ રહ્યું છે અને તેની પાછળ જેનેટ્કિસનું સૌથી મોટું કારણ છે. બીસીસીઆઇની સત્તાવાર વેબસાઇટ પર પોલોકે કહ્યું, ”ભારતમાં સારા ફાસ્ટ બોલરની ઊણપ મને લાંબા સમયથી આશ્ચર્યચકિત કરી રહી છે. ઉદાહરણ તરીકે પાકિસ્તાનમાં સતત એવા બોલર આવતા રહ્યા છે, જેઓ ૧૫૦ કિમીની ઝડપથી બોલિંગ કરી શકે છે. તેઓ પાસે વકાર યુનુસ અને વસીમ અકરમ જેવા ઉત્કૃષ્ટ ફાસ્ટ બોલર રહ્યા છે અને તેઓ પાસે શોએબ અખ્તર અને મોહંમદ સામી જેવી જોડી પણ આવતી જ રહે છે.”

પોલોકે વધુમાં કહ્યું કે, ”એ જોરદાર તથ્ય છે કે પાકિસ્તાન છેવટે શા માટે ફાસ્ટ બોલર તૈયાર કરવામાં આટલું સફળ રહ્યું છે, ખાસ કરીને ત્યારે, જ્યારે બંને દેશમાં ઘણી સમાનતાઓ છે. એ આશ્ચર્યજનક વાત છે કે ભારતમાં છેવટે સતત સારું પ્રદર્શન કરનારા ફાસ્ટ બોલર શા માટે આવતા નથી. હું એ નથી જાણતો કે શું એ તેઓનું જેનેટિક્સ કારણ છે કે તેમની ખાણી-પીણીનું કારણ.”

૪૨ વર્ષીય પોલોકે કહ્યું કે, ”ભારત પાસે હાલમાં વરુણ એરોન અને ઉમેશ યાદવ જેવા શાનદાર ફાસ્ટ બોલર છે અને ભારતમાં જવાગલ શ્રીનાથ જેવા સફળ ફાસ્ટ બોલર પણ થઈ ગયા છે, જોકે પોલોકનું માનવું છે કે ભારતમાં ઘણી પ્રતિભાઓ છુપાયેલી છે, ફક્ત તેને બહાર લાવવાની જરૂર છે.

You might also like