નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ મિત્ર વિરુદ્ધ રેપની ફરિયાદ કરી

અમદાવાદ: અમદાવાદના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગનો અભ્યાસ કરી ચૂકેલી એક વિદ્યાર્થિનીએ યુવક વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ ખેડા જિલ્લાના ઠાસરા પોલીસ સ્ટેશનમાં કરી છે. યુવકે વિદ્યાર્થિની સાથે ફેસબુક પર મિત્રતા કેળવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો.

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી બીનલ (નામ બદલેલ છે) સિવિલ હોસ્પિટલમાં નર્સિંગમાં એડ્ મિશન લીધું હતું. બીનલ અભ્યાસ કરતી હતી તે દરમ્યાનમાં ફેસબુક પર ધ્રુવિલ નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. બંને એકબીજા સાથે વાતચીત કરતાં હતાં.

બંને મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણામી હતી. ધ્રુવિલે તેને મળવાનું કહેતાં તે અમદાવાદ ખાતે આવી હતી. ધ્રુવિલ તેને ફરવા લઇ ગયો હતો. તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.  ધ્રુવિલે બીનલ પર બળાત્કાર ગુજારી તેના બિભત્સ ફોટા પાડી દીધા હતા. ફેસબુક અને વોટસએપ પર ફોટા મૂકવાની ધમકી આપી અવારનવાર બળાત્કાર ગુજારતો હતા.

આ અંગે બીનલે ઠાસરા પોલીસ સ્ટેશનમાં ધ્રુવિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ બનાવ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હોવાથી ફરિયાદને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરી આપી હતી. તેના આધારે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.

You might also like