પિતાએ ઠપકાે અાપતા ધો-૧૦નો વિદ્યાર્થી સાબરમતી નદીમાં કુદી ગયો

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા એક વિદ્યાર્થીએ ગઈ કાલે મોડી રાતે સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. ગઈ કાલે સાંજે વિદ્યાર્થી બહાર ગયો હતો, જે બાબતે પિતાએ ઠપકો આપતાં લાગી આવતાં તેણે આંબેડકરબ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ગઈ કાલે મોડી રાતે 11.38ની આસપાસ ફાયર ‌િબ્રગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે આંબેડકરબ્રિજ પરથી એક વ્યક્તિએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું છે, જેથી નદીમાં તહેનાત ફાયરના જવાનોએ નદીમાં શોધખોળ હાથ ધરતાં એક કિશોરની લાશ મળી આવી હતી. મૃતકની તપાસ કરતાં તેનું નામ હર્ષિલ મહેશકુમાર શાહ (ઉં.વ.15) હોવાનું જાણવા મળ્યું હતું. ફાયરની ટીમે આ બાબતે પોલીસને જાણ કરતાં રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસ દોડી આવી હતી.

પોલીસ તપાસમાં હર્ષિલ ન્યુ કૃષ્ણજ્યોત સોસાયટી, દાણીલીમડામાં રહેતો હોવાનું જાણવા મળતાં તેનાં માતા-પિતા દોડી આવ્યાં હતાં. હર્ષિલ મણિનગરની હીરાભાઈ સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતો હતો. તેના પિતા મહેશભાઈ મિલમાં નોકરી કરે છે. ગઈ કાલે સાંજે હર્ષિલ ફરવા ગયો હતો. ઘરે પરત આવતાં મહેશભાઈએ તેને ઠપકો આપ્યો હતો. બાદમાં તે રૂમમાં જઈ વાંચવા પણ બેઠો હતો, પરંતુ મનમાં લાગી આવતાં ઘરેથી નીકળીને આંબેડકરબ્રિજ પર પહોંચીને તેણે નદીમાં ઝંપલાવી દીધું હતું.

http://sambhaavnews.com/

You might also like