ભારે પવન-વરસાદથી અસમમાં 1 અને મથુરામાં 2નાં મોત, 11 ઘાયલ

દિલ્હી-એનસીઆર સહિતનાં ભારતનાં ઘણાં ભાગોમાં એક વાર ફરી હવામાન બદલાઈ ગયું છે. ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાનોથી લોકોનાં જીવન પર ઘણી ગંભીર અસર ઊભી થઈ હતી.

ઉત્તર પ્રદેશનાં મથુરામાં તીવ્ર વાવાઝોડાને કારણે બે લોકોનાં મોત થયાં હતાં. જ્યારે આસામનાં ભારે વરસાદ અને તોફાનનાં કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 11 લોકો ઘાયલ થયાં હતાં.

તેવાં જ સમયે, પશ્ચિમી દિલ્હીમાં તીવ્ર પવન સાથે અને રોહતક અને હરિયાણા સહિત અન્ય વિસ્તારોમાં ઘણો ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, ભિવાની સહિતનાં અનેક વિસ્તારોમાં વરસાદ સાથે ભીના કરા પણ પડ્યાં.

Breaking News:
બુધવારનાં રોજ અસમમાં તેજ તોફાન સાથે અને ભારે વરસાદને લઇને એક વ્યક્તિનું મોત પણ થઇ ગયું છે. જ્યારે અન્ય 11 લોકો ઘાયલ પણ થયાં હતાં. આ ઉપરાંત ઉત્તર પ્રદેશનાં મથુરામાં તેજ તોફાનને લઇને બે લોકોનાં મોત પણ થઇ ગયાં હતાં.

ઉત્તર પ્રદેશનાં આગરામાં પણ તેજ તોફાન પણ શરૂ થઇ ગયું છે. રાજસ્થાનનાં ધૌલપુરમાં ફરીથી આંધી આવી ગઇ છે. મેઘાલયનાં શિલોંગમાં તેજ પવન અને વરસાદ પણ શરૂ થઇ ગયો છે.

પશ્ચિમી દિલ્હીમાં તેજ પવન સાથે હળવો વરસાદ શરૂ થઇ ગયો છે. હરિયાણાનાં ઝજ્જર જિલ્લામાં પણ હળવા પવન સાથે ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. અનેક વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઇ ગયો છે. ત્યાં જ વરસાદથી તાપમાનમાં પણ ફેરફાર થવાં લાગ્યો છે. જેને લઇને લોકોને ગરમીમાંથી પણ રાહત મળી ગઇ છે. આ સાથે જ ભિવાનીનાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પણ પડવાનાં શરૂ થઇ ગયાં છે.

You might also like