ફૂટબોલના અડધા મેદાન જેટલા દ્વીપ માટે બે દેશોમાં વિવાદ

નૈરોબી: આફ્રિકાની વિક્ટોરિયા સરોવરમાં ફૂટબોલમાં અડધા મેદાન જેટલા મિજિંગો દ્વીપ છે. આ દ્વીપ પર વીતેલા ૧૦ વર્ષથી યુગાન્ડા અને કેન્યા બંને દેશો દાવો કરી રહ્યા છે. કેટલાક લોકો આ દ્વીપ માટે આફ્રિકાનું નાનકડું યુદ્ધ ગણાવે છે. આ નાનકડી જગ્યામાં ૫૦૦ લોકો ટીનનાં ઘર બનાવીને રહે છે. અહીં લોકોએ માછલી પકડવા માટે નાનકડો પોર્ટ અને બાર પણ બનાવી રાખ્યું છે.

૨૦૦૯ની વસતીગણતરી મુજબ દ્વીપ પર માત્ર ૧૩૧ લોકો રહેતા હતા. યુગાન્ડાના ૨૨ વર્ષીય ઈશાક બુહિન્ઝા જણાવે છે કે મેં માછલી પકડવાનું મારા પિતા પાસેથી શીખ્યું છે. હું ક્યારેય સ્કૂલ ગયો નથી. હું મિજિંગો એટલા માટે આવ્યો, કેમ કે અહીં મારા દોસ્ત રહે છે. તેઓ જ્યારે પણ ઘરે જાય ત્યારે તેમની પાસે કંઈક સારી વસ્તુ રહેતી હતી. મને ખ્યાલ ન હતો કે આ દ્વીપ કયા દેશનો ભાગ છે.

૨૦૦૪ના દાયકા સુધી દ્વીપ પર કોઈ રહેતું ન હતું. તે સમયે તે કેન્યાના અધિકારમાં આવતો હતો. ત્યારે યુગાન્ડાના અધિકારીઓની દ્વીપ પર નજર પડી અને કેટલાક અધિકારીઓને માછીમારો પાસે ટેક્સ લેવા દ્વીપ પર મોકલવામાં આવ્યા. અધિકારીઓએ માછીમારોને સુરક્ષા આપવાની પણ વાત કરી.

કેન્યાના માછીમારોએ ફરિયાદમાં કહ્યું કે યુગાન્ડાના માછીમારોએ માછલી પકડવાથી રોક્યા અને તેમનો પીછો કર્યો. માછીમારોએ કેન્યા સરકારને મિજિંગો પર પોર્સ તહેનાત કરવાની અપીલ કરી. ૨૦૦૯ બાદથી દ્વીપનો વિવાદ વધી ચૂક્યો છે.

દ્વીપ વિવાદના કારણે કેન્યા અને યુગાન્ડાએ સંયુક્ત કમિશન બનાવવાનું નક્કી કર્યું છે. બંને દેશોની વચ્ચે ૧૯૨૦થી લઈને અત્યાર સુધી જળસીમાનો નકસો શોધાયો હતો, પરંતુ કોઈ ફાયદો થયો નથી. હાલમાં આ દ્વીપ કેન્યા અને યુગાન્ડા દ્વારા સંયુક્ત રીતે શાસિત ક્ષેત્ર છે.

You might also like