જીવનસાથી તો જોઈએ છે, પરંતુ હમણાં નહીંઃ ભૂમિ પેડનેકર

હાલમાં અભિષેક ચૌબેના નિર્દેશનમાં બની રહેલી આગામી ફિલ્મ ‘સોન ચિરૈયા’ને લઇ ચર્ચામાં આવેલી ભૂમિ પેડનેકર મહારાષ્ટ્રીયન પિતા સતીશ પેડનેકર અને હરિયાણવી માતા સુમિત્રા હુડ્ડાની પુત્રી છે. ૧૭ વર્ષની ઉંંમરથી જ ભૂમિએ કામ કરવાની શરૂઆત કરી દીધી હતી.

છ વર્ષ સુધી તેણે આસિસ્ટન્ટ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું. ત્યારબાદ ફિલ્મ ‘દમ લગા કે હઇશા’થી અભિનેત્રી બની ગઇ. આમ તો તે કરિયરના શરૂઆતના સમયમાં છે, પરંતુ તેને વારંવાર પૂછવામાં આવે છે કે તે લગ્ન ક્યારે કરશે? જોકે હાલમાં તે લગ્ન કરવા ઇચ્છતી નથી.

તે કહે છે હું સંપૂર્ણ રીતે કરિયરને પ્રાથમિકતા આપનારી યુવતી છું. મારે હજુ ઘણું સારું કામ કરવું છે. મારે જીવનસાથી પણ જોઇએ છે તે વાતનો ઇનકાર નથી, પરંતુ હજુ લગ્ન કરવાં નથી. હજુ હું માત્ર ૨૮ વર્ષની છું.

નારીપ્રધાન ફિલ્મોમાં અભિનય કરીને ભૂમિ પેડનેકરે બોલિવૂડમાં એક અલગ જ ઓળખ ઊભી કરી છે. ‘દમ લગા કે હઇશા’ બાદ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ અને ‘શુભ મંગલ સાવધાન’ જેવી ફિલ્મો તે કરી ચૂકી છે, જોકે તે માત્ર આવા જ પ્રકારની ફિલ્મો કરવા ઇચ્છતી નથી.

તે કહે છે કે મારી કરિયરની પહેલી ફિલ્મ ‘દમ લગા કે હઇશા’ના પ્રદર્શન બાદ મારી પાસે લગભગ બે ડઝન સ્ટોરી આવી હતી, પરંતુ આ તમામમાં ફીમેલ પાત્રને કોઇ મહત્ત્વ મળ્યું ન હોવાના કારણે મેં તે ઠુકરાવી દીધી. ભૂમિ માને છે કે સિનેમામાં સમાજને બદલવાની તાકાત છે.

હું મારા પાત્રના માધ્યમથી પિતૃસત્તાત્મક માનસિકતાને પડકાર આપીને તેને બદલવાના પ્રયાસમાં લાગી છું. મને તેમાં સફળતા પણ મળી રહી છે. મારી પહેલી ફિલ્મમાં હું એક જાડી છોકરીના પાત્રમાં હતી. આ પાત્રથી મને લોકપ્રિયતા ભલે ન મળી હોય, પરંતુ હું ખુદને ‌િસ્ટરિયોટાઇપ થવાથી બચાવી શકી. •

You might also like