દુબઇ: પાકિસ્તાનીએ નોકરી લાલચ આપી ભારતીય મહિલાની કરી જાતીય સતામણી

દુબઇ: યૂએઈની રાજધાની દુબઇમાં એક પાકિસ્તાની મેનેજર પર એક ભારતીય છોકરીને નોકરીની લાલચ આપી જાતીય સતામણીનો આરોપ લાગ્યો છે. મેનેજર પર 19 વર્ષની ભારતીય છોકરીએ નોકરી અને ટ્રેનિંગ અપાવવાના નામે પોતાના ઘરે લઇ જઇ જાતીય સતામણી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટના મુજબ યુએઈની એક રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરી રહેલી 33 વર્ષની પાકિસ્તાની એડમિનિસ્ટ્રેટિવ મેનેજરે નોકરીની શોધી રહેલી ભારતીય છોકરી સાથે દગો પણ કર્યો. આરોપ અનુસાર મેનેજરે તેને પોતાના ઘર પર સારી રીતે કોમ્યુટર શીખવી નોકરી આપવાનો વાયદો કર્યો હતો.

ગૃહિણીનું કામ કરનાર છોકરીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે તે ઇન્ટરનેટના માધ્યમથી નોકરી શોધી રહી હતી. આ દરમિયાન તે પાકિસ્તાની વ્યક્તિને મળી હતી. મેનેજરે તેને પોતાના ફ્લેટ પર બોલાવી. એએન નામથી બોલાવવામાં આવતા મેનેજરે તેને કહ્યું કે કંપનીને એક સેક્રેટરીની જરૂરિયાત છે અને તેના માટે કોમ્યુટરની જાણકારી હોવી જોઇએ.

દુબઇના અલ રશિદિયા વિસ્તારમાં એએન દ્વારા ઇન્ટરવ્યું માટે મળવા આવેલી છોકરીને એક ફ્લેટ બતાવીને તેને દુબઇ ઇન્ટરનેશનલ સિટી બેસ્ડ કંપનીની ઓફિસ બતાવી. છોકરીએ કહ્યું કે ત્યાં જતાં તેણે સામાન્ય ફ્લેટ જોવા મળ્યો. ત્યારબાદ એએને તેને પોતાના બેડરૂમમાં લઇ જઇ તેની સાથે જાતીય સતામણી કરી.

પોલીસે કેસ દાખલ કરી એએનની ધરપકડ કરી લીધી છે. વકીલોના અનુસાર એએને પોતાના ફ્લેટમાં જઇને એકલી છોકરીનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. આ મામલે સ્થાનિક કોર્ટ 26 મેના રોજ ફેંસલો સંભળાવશે.

You might also like