સેન્ટ્રલ એક્સાઈઝની કોલોનીમાંથી GSTની સંખ્યાબંધ ફાઇલો ચોરાઈ

શહેરના પ્રગતિનગર વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીમાં આવેલ જીએસટીના રેકોર્ડ રૂમથી સંખ્યાબંધ ફાઇલો ચોરી થઈ હોવાનું સામે આવતાં સરકારી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. જીએસટી વિભાગે હજારો ફાઇલો મૂકવા માટે રેકોર્ડ રૂમ બનાવ્યો હતો. જ્યાં કોઇ ગઠિયાએ તાળું ખોલીને કેટલીક ફાઇલોની ચોરી કરી છે. કૌભાંડોની ફાઇલ સગેવગે કરવા આ ચોરી કરાઈ હોવાની આશંકા છે.

વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ કાસાયોમા સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના યોગેશભાઇ પાંડુરંગ ઊંડેએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. યોગેશભાઇ મીઠાખળી છ રસ્તા પાસે આવેલ પ્રિમા ચેમ્બર ખાતે જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના ઝોનલ યુનિટના ઇન્ટેલિજન્સ વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે યોગેશભાઇએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં જીએસટીની કેટલીક ફાઇલો ચોરી થઇ હોવાની ફરિયાદ કરી છે.

પ્રગતિનગર વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીના એક ફ્લેટમાં જીએસટીની કેટલીક ફાઇલો રાખવમાં આવી છે. જીએસટીના કેટલાક કર્મચારીઓ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીમાં રહે છે. જેના કારણે એમ ૩૭ બ્લોકના ફ્લેટ નંબર ૨૨૦માં જીએસટીની હજારો ફાઇલો રાખવામાં આવી છે. જીએસટીના મહત્વપૂર્ણ રેકોર્ડની દેખરેખ કરવાની જીમ્મેદારી માટે એક જીએસટીના ઇન્સ્પેક્ટર રાખવામાં આવ્યો છે. હાલ આ દસ્તાવેજોની જવાબદારી ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર યાદવની છે અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા અશ્વિનભાઇ સોલંકીની છે. સવારે ૧૦ વગ્યાથી સાંજના છ વાગ્યા સુધી બન્ને કર્મચારીઓ ફરજ બજાવે છે.

તારીખ ૧૮ એપ્રિલના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ અશ્વિનભાઇ સોલંકી રેકોર્ડ રૂમની ઓફિસ બંધ કરીને જતા રહ્યા હતા. તારીખ ૨૦ એપ્રિલના રોજ યોગેશભાઇ જ્યારે પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે જીએસટીમાં કામ કરતા પ્રેમચંદ જૈને તેમને ફોન કર્યો હતો સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીમાં ફ્લેટ નંબર ૨૨૦નું લોક તૂટેલું છે તેમ જણાવ્યું હતું. મહત્વપૂર્ણ રેકોર્ડ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના સમાચાર મળતાંની સાથે જ યોગેશભાઇ તેમની ટીમ સાથે તરત જ સેન્ટ્રલ એક્સાઇઝ કોલોની પહોંચી ગયા હતા.

યોગેશભાઇ સ્થળે પહોંચ્યા ત્યારે તેમણે જોયું હતું કે રેકોર્ડ રૂમ ધરાવતા ફ્લેટનો દરવાજો ખુલ્લો હતો અને રેકોર્ડની કેટલીક ફાઇલો વેરવિખેર પડી હતી. ફાઇલો વેરવિખેર જોતાંની સાથે જ યોગેશભાઇને ચોરી થઇ હોવાની શંકા ગઇ હતી. જેથી તેમણે તરત પોલીસને જાણ કરી હતી. નારણપુર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને આ હકીકતની જાણ થતાં તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

યોગેશભાઇને શંકા છે કે કોઇ ગઠિયાઓએ રેકોર્ડ રૂમમાં ધૂસીને કેટલીક મહત્વની ફાઇલોની ચોરી કરી છે. ગઠિયાઓએ કેટલી ફાઇલો ચોરી કરી છે તેનું હજી સુધી જાણવા મળ્યું નથી.  નારણપુરા પોલીસે આ મામલે યોગેશભાઇની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોરીનો પ્રયાસ થયો હોવાની શંકા છે ત્યારે જીએસટીના અધિકારીઓ પણ આ મામલે મૌન સેવી રહ્યા છે.

જીએસટી આવી ગયા પછી કેટલાક વેપારીઓના પેટમાં ફાળ છે ત્યારે કેટલાક વેપારીઓ કેન્દ્ર સરકારના આ નિર્ણયથી નાખુશ પણ છે. આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીમાં આવેલ ફ્લેટમાં જીએસટીના સંબંધીત મહત્વપૂર્ણ હજારો ફાઇલો સિક્યોરિટી હેઠળ રાખવામાં આવી હતી.

તેમ છતાંય કોઇ શખ્સો આ ફ્લેટમાં ઘૂસીને આસાનીથી ચોરી કરીને નાસી ગયા છે. પોલીસ સૂત્રોના જણવ્યા અનુસાર સંખ્યાબંધ એકસાઇઝની ફાઇલો ચોરાઇ છે પરંતુ હજુ સુધી ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. જીએસટીના કર્મચારીઓ તમામ ફાઇલોનું વેરિફિકેશન કર્યા બાદ જાણવા મળશે કે રેકોર્ડ રૂમથી કેટલી ફાઇલો ચોરી થઇ છે. જે ફાઇલો ચોરી થઇ હશે તે ફાઇલ સંબંધિત લોકોની પણ શંકાના આધારે પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago