શેરબજારમાં ચાલુ વર્ષે ૨૭ ટકાના રિટર્ન બાદ ૨૦૧૮માં નવી આશા

અમદાવાદ: કેલેન્ડર વર્ષ ૨૦૧૭ના ગઇ કાલે અંતિમ ટ્રેડિંગ સેશનમાં બીએસઇ સેન્સેક્સ ૨૦૮ પોઇન્ટના સુધારે ૩૪૦૫૬, જ્યારે એનએસઇ નિફ્ટી બાવન પોઇન્ટના સુધારે ૧૦૫૩૦ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે. સપ્તાહ સેન્સેક્સમાં ૧૧૬ પોઇન્ટનો વધારો નોંધાઇ ચૂક્યો છે. જાન્યુઆરી સિરીઝની ધમાકેદાર શરૂઆત થઇ હતી.

આગામી સપ્તાહે શેરબજાર કેલેન્ડર વર્ષ ૨૦૧૮માં પ્રવેશશે. શેરબજારની નજર ડિસેમ્બર મહિનાના ઓટો સેલ્સ ડેટા પર મંડાયેલી રહેશે. તે આગામી સપ્તાહે આવશે.

આગામી સપ્તાહે શુક્રવારે જીડીપીના અનુમાન આંકડા જાહેર થશે એટલું જ નહીં, જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહથી ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાના સમયગાળાનાં પરિણામો આવવાનાં શરૂ થઇ જશે તથા સરકાર સામાન્ય બજેટની પણ તૈયારી કરી રહી છે ત્યારે નેગેટિવ પરિબળોના અભાવ વચ્ચે શેરબજારમાં પોઝિટિવ ચાલ જોવાઇ શકે છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે. આગામી સપ્તાહે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જોવાઇ શકે છે.

નોંધનીય છે કે કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં સેન્સેક્સમાં ૨૭.૭ ટકાનો વધારો નોંધાયો હતો. આગામી સપ્તાહે નિફ્ટી શોર્ટ ટાર્ગેટ ૧૦૬૭૦ની સપાટીએ જોવાઇ શકે છે. દરમિયાન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આઇટી અને ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં આગામી કેલેન્ડર વર્ષમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવાઇ શકે છે.

You might also like