ભાવિ પ્લેયરે મસાલાના કાગળમાંથી દેશી શટલ બનાવ્યું!

ગામડાંઓમાં સ્થાનિક જરૂરિયાત મુજબનાં રસપ્રદ સંશોધનો થતાં રહે છે. ગામમાં  ખેતમજૂર બાળકને બેડમિન્ટન રમવાની ઇચ્છા થાય તો રેકેટનો મેળ ગમે તેમ કરીને પાડી દે પણ રમતા રમતાં ખરાબ થઈ જતા શટલનુ શું? ગામમાં શટલ વેચતી કોઈ દુકાન નથી અને ધારો કે શટલ વેચતી દુકાન મળી જાય તો પણ રોજ શટલના ૫૦-૧૦૦ રૂપિયા કાઢવા ક્યાંથી? આ સમસ્યાનો ઉપાય મહુવા તાલુકાના ભાદ્રોડના મૂકેશ આહીર નામના ૧૨ વર્ષીય કિશોરે શોધી કાઢ્યો છે.

મૂકેશે તમાકુવાળા મસાલાના કાગળમાંથી બેડમિન્ટનનું શટલ બનાવ્યું છે. આ શટલ મરઘીનાં પીંછાંમાંથી બનતા અદ્દલ શટલ જેવું જ કામ આપે છે. મૂકેશે માવાના કાગળમાં વચ્ચે કાગળના ટુકડા ભરીને ફરતો દોરો બાંધી દીધો. બસ, શટલ તૈયાર થઈ ગયું. હવે મૂકેશ તેના મિત્ર સાથે લાંબી રમત રમી શકે છે. દૂરથી જોતા તો ઓરિજિનલ શટલથી જ રમતા હોય એવું લાગે. સાવ નજીક જતા ખબર પડે છે કે આ તો માવાના કાગળમાંથી બનાવેલું શટલ છે.

મૂકેશના કહેવા પ્રમાણે આ શટલથી તે ઘણું બેડમિન્ટન રમે છે અને હવે આ રમતમાં પણ પાવરધો થઈ ગયો છે. મૂકેશે આ શટલ બનાવવા માટે ક્યાંયથી વિચાર ઉઠાવ્યો નથી. બસ,

પોતાની જરૂરિયાતો વિશે વિચારતા તેને શેરીમાં પડેલા માવાના કાગળમાંથી આવું શટલ બનાવવાનો વિચાર આવ્યો. શટલ બનાવ્યું અને સારી રીતે કામ કરતું જોઈને આનંદ થયો.
http://sambhaavnews.com/

You might also like