રેલવેમાં પડી વધુ એક Bumper Vacancy, આ જગ્યાઓ માટે કરો Apply

ભારતીય રેલવે દ્વારા 90 હજાર પદ પર જોબ નોટિફિકેશન બહાર પાડ્યા બાદ ફરી એક વધુ ભરતી કરવા જઇ રહ્યું છે. આ વખતે કોંકણ રેલવે દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટેકનિશિયન સ્ટાફ પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

આ ભરતીમાં પસંદગી અન અરજી પ્રક્રિયા રેલવે દ્વારા ગ્રુપ-સી અને ડી માટે બહાર પાડવામાં આવેલી ભરતી કરતા અલગ હશે.આ ભરતીમાં અરજી કરવા ઇચ્ચુક અને યોગ્ય ઉમેદવાર અરજી કરવા અંતિમ તારીખ પહેલા આધિકારી વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે. ભરતી અંગેની જાણકારી આ મુજબ છે.

જગ્યા : ભરતીમાં 65 જગ્યા માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જેમાં ઇલેકટ્રિશયન માટે 38, ટેલિકોમ મેન્ટેનર માટે 27 જગ્યા છે. ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવાર પે-સ્કેલ 9,300-34,800 રૂપિયા મળશે અને તેનો ગ્રેડ પે 3,800 રૂપિયા હશે.

યોગ્યતા : ભરતીમાં અરજી કરનાર ઉમેદવાર 10 પાસ હોવો જોઇએ તેની સાથે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ કરેલ હોવું આવશ્યક છે.

ઉંમર : ભરતીમાં 18 વર્ષથી 30 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે. અનામતના આધારે ઉમેદવારને છૂટછાટ આપવામાં આવશે.

ફી : આ જગ્યા પર અરજી કરનારે 500 રૂપિયા ફી ચૂકવણી કરવામાં આવશે. એસસી, એસટી, પીડબ્લ્યુડી વર્ગના ઉમેદવાર માટ 150 રૂપિયા ફી ચૂકવણી કરવામાં આવશે.

અરજી કરવાની અંતિમ તારીખ : 22 એપ્રિલ 2018

કેવી રીતે કરશો અરજી : તમે આધિકારીક વેબસાઇટ www.konkanrailway.com પર જઇ અરજી કરી શકો છો.

You might also like