એક વાંદરાએ કેન્યાની વિજળી ચાર કલાક માટે ડૂલ કરી

નૈરોબીઃ એક વાંદરાને કારણે કેન્યામાં વિજળી ડૂલ થઇ ગઇ છે. વાંદરો ટ્રાંસફોર્મર પર પડ્યો હતો તે તે ટ્રાંસફોર્મર દેશનો સૌથી મોટો જળવિદ્યુ સંયંત્ર છે. કેનજેન પાવર કંપનીએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું છે કે જંગલી વાંદરો ગિટારૂ પ્લાન્ટની છત પર ચડી ગયો હતો. જે પ્લાન્ટ કેન્યાની રાજધાની નૈરોબીથી 160 કિલોમીટર દૂર તાના નદી પર છે.

બંદર પ્લાન્ટના એક મુખ્ય ટ્રાન્સફોર્મર પર પડ્યો હતો. જેના કારણે ટ્રાન્સફોર્મર ખરાબ થઇ ગયો હતો. જ્યારે પ્લાન્ટમાંથી પસાર થતી 180 મેગાવોટનો વિજળી સપ્લાઇ બંધ પડી ગયો હતો. જેનાથી દેશમાં ચાર કલાક માટે અંધારૂ છવાઇ ગયું હતું. જો કે વાંદરાને બચાવી લેવામાં આવ્યો છે અને કૈન્યાની વન્યજીવ સેવા તેની દેખરેખ કરી રહ્યું છે. કેનજેને એક નિવેદન જાહેર કર્યું છે. કેનજેનના વિજળી પ્લાંટ્સને ઇલેક્ટ્રિક બાડબંદીથી સુરક્ષિત કરવામાં આવ્યો છે. જેનાથી જંગલી પ્રાણીઓના આક્રમણથી તેને બચાવી શકાય. જો કે આ ઘટના અંગે અધિકારીએ અફસોસ વ્યક્ત કર્યો છે.

 

You might also like