સાત બિમારીઓની એક જ દવા= મીઠું+લીંબુ+મરી

શું તમને નાની બિમારીઓને લઇને ડોક્ટર પાસે જવું પડે છે? શું તમને એવું પણ લાગે છે કે દવા વગર તેનો ઇલાજ નથી. હવે તમારે તમારી બિમારીઓના ઇલાજ માટે મોંઘી દવા કરવી પડશે નહીં. કરાણ કે તમારી પાસે પ્રાકૃતિક ઇલાજ આવી ગયો છે. કેટલાક લોકોને તેની પર વિશ્વાસ હશે નહીં પરંતુ આપણે જ રસોઇમાં એટલી દવાઓ છુપાયેલી હોય છે, આપણે જોઇને પણ તેને નજરઅંદાજ કતરી દઇએ છીએ.

આ નુસખો છે મીઠું એક નાની ચમચી, મરી પાવડર 1/2 ચમચી અને લીંબૂના થોડાં ટીપા સાત જાતની બિમારીઓને ઠીક કરશે. ચલો તો જાણીએ આ રીતે કઇ બિમારીઓને તમે દૂર કરી શકશો.

1. બંઘ નાકને ખોલે
આ ત્રણનું મિશ્રણ જો ગરમ પાણીની સાથે લેવામાં આવે તો આ શરીરમાં ગરમીનું ઉત્પાદન કરીને નાકની નળીમાં થયેલો સોજાને ઓછું કરશે અને બંધ નાકને ખોલશે.

2. ગળાના દુખાવામાં રાહત આપે
આ મિશ્રણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ગળામાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરીને ગળાના દુખાવામાં પાહત અપાવે છે.

3. ગોલસ્ટોન ઠીક કરે
જો આ ત્રણ મિશ્રણ સાથે જેતૂનનું તેલ પણ મિક્સ કરવામાં આવે અને પછી તેનું સેવન કરવામાં આવે તો આ મિશ્રણ ઘણું પાવરફુલ બની જાય. ત્યારે આ મિશ્રણ ગોલ બ્લેડરમાં એકત્રિત સ્ટોન્સને ઓગાળવામાં મદદ કરે છે. પરંતુ તેને નિયમિત લેવું પડે.

4. વજન ઘટાડે
રોજ સવાર ખાલી પેટ ગરમ પાણી સાથે આ મિશ્રણને લેવાથી શરીરનું મેટાબોલ્જિયમ ઝડપી બને છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

5. દાંતના દુખાવામાં રાહત
આ મિશ્રણને ગરમ પાણીમાં મિક્સ કરીને કોગળા કરો, તમારા દાંતનો દુખાવો ઓછો થઇ જશે.

6. ફ્લૂ ભગાવે
જો આ મિશ્રણને મધ સાથે ખઇએ તો પેદા કરનાર વાયરસ અને રોગાણુઓ દૂર થઇ જાય છે.

7. ઉબકામાં ઘટાડો કરે છે
આ ત્રણેયનું મિશ્રણ તમારા પેટમાં વધતા એસિડને ઓછું કરી દે છે, એટલે તમને જ્યારે પણ ઉબકા અને એસિડીટી જેવું મહેસૂસ થાય, તો આ લેવાનું ભૂલશો નહીં.

You might also like