ગરમીનો પારો ચઢ્યો, યુવકે સૂર્ય ભગવાન પર કરી દીધો કેસ

નવી દિલ્હી: ગરમી પોતાની ચરમસીમા પર છે. તાપમાન વધતું જાય છે. ગરમીના લીધે લોકો બેહાલ છે. એવામાં આ ગરમીથી પરેશાન એક વ્યક્તિએ ભગવાન પર જ કેસ કરી દીધો છે. મધ્ય પ્રદેશના શાઝાપુરના રહેવાસી આ વ્યક્તિએ આ બેહાલ કરી દેનાર ગરમી માટે સૂરજ દેવતાને જવાબદાર ગણતાં તેમના પર કેસ દાખલ કરી દીધો છે.

શિવપાલસિંહ નામના એક વ્યક્તિએ શાઝાપુર પોલીસ મથકમાં પોતાની ફરિયાદ દાખલ કરાવી છે. ભગવાન વિરૂદ્ધ પોતાની ફરિયાદમાં શિવપાલસિંહે લખ્યું કે હું એક અઠવાડિયાથી આકાશમાંથી વરસતી આગના લીધે માનસિક અને શારિરીક રીતે કષ્ટ સહન કરી રહ્યો છું.

આ ગરમીથી મને માનસિક અને શારીરિક બંને રીતે પીડા થઇ રહી છે. જેના લીધે હું શ્રીમાન સૂર્યનારાયણ, નિવાસી બ્રહ્માંડને જવાબદાર માનું છું. શિવાપાલ સિંહ્ ઇચ્છે છે કે તેમની ફરિયાદ પર એકશન લેતાં ભારતીય સંવિધાન અનુસાર જરૂરી કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવે.

You might also like