સુરેન્દ્રનગરમાં સમૂહ લગ્નમાં આવેલા સાંસદને યુવાને લાફો માર્યો

સુરેન્દ્રનગર : માલધારી સમાજ દ્વારા આયોજીત દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે આવેલા રાજ્યસભાના સાંસદ શંકર વેગડને એક વ્યક્તિએ લાફો મારી દેતા ચકચાર મચી ગયો હતો. સમૂહ લગ્નમાં શંગર વેગડ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.

અચાનક સ્ટેજ પર ઘસી આવેલા એક યુવાને વેગડને લાફો મારી દીધો હતો. દરમિયાન સ્ટેજ પર રહેલા સમાજ તથા ભાજપનાં અગ્રહણીઓ દોડી આવ્યા હતા અને તેણે યુવાનને સ્ટેજ પરથી નિચે ઉતારી દીધો હતો. જો કે આ ઘટના પાછળ આંતરિક જૂથ અથડામણ જવાબદાર હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.

સુરેન્દ્ર નગરમાં માલઘારી સમાજ દ્વારા જીન કમ્પાઉન્ડમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ શંકર વેગડ મુખ્ય મહેનામ બન્યા હતા. શંકર વેગડ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક યુવાને માઇક ઝુંટવીને તેમને લાફો મારી દીધો હતો. હાલ તે વ્યક્તિની ઓળખ રામભાઇ તરીકે થઇ છે.

You might also like