પાક.ના ક્વેટામાં પ્રચંડ બ્લાસ્ટઃ 16નાં મોતઃ 30થી વધુ ઘાયલ

આજે શુક્રવારે પાકિસ્તાનનું ક્વેટા શહેર વિસ્ફોટથી ધ્રૂજી ઊઠ્યું હતું. આજે થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં ૧૬નાં મોત થયાં હતાં અને ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ક્વેટાની હજારગાંજી સબજી મંડીમાં જોરદાર વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઇ હતી. ઘાયલ પૈકી કેટલાંકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બ્લાસ્ટ માટે હજુ સુધી આતંકી સંગઠને જવાબદારી સ્વીકારી નથી.

ક્વેટાના ડીઆઇજી અબ્દુલ રજાક ચીમાએ ક્વેટામાં બ્લાસ્ટના અહેવાલને સમર્થન આપ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે ક્વેટામાં હજારા સમુદાયને નિશાન બનાવીને આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસને ટાંકી પાકિસ્તાનના અખબાર ડોને જણાવ્યું હતું કે બ્લાસ્ટમાં ઇજા પામેલા લોકોને સારવાર અર્થે બોલન મેડિકલ કોમ્પ્લેક્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડોનના રિપોર્ટ અનુસાર બચાવ અને રાહત કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. પોલીસ અને ફ્ર‌િન્ટયર કોર્પના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી લેવામાં આવ્યો છે. બહારની કોઇ વ્યક્તિને ઘટનાસ્થળ સુધી પહોંચવા દેવામાં આવતી નથી.

રેડિયો પાકિસ્તાનના જણાવ્યા અનુસાર વડા પ્રધાન ઇમરાનખાને બ્લાસ્ટની આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને આ ઘટના અંગે રિપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો છે. બલુચિસ્તાનના મુખ્યપ્રધાન જામ કમાલે જણાવ્યું છે કે આ હુમલો વખોડવા યોગ્ય છે અને આ માટે જવાબદાર લોકોને છોડવામાં આવશે નહીં. શાંતિભંગની સા‌િજશ ઘડનારાઓને જલદી ઓળખી કાઢવામાં આવશે. કટ્ટરપંથી વિચારધારાના લોકો સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર બ્લાસ્ટના કારણે આસપાસની ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. બોમ્બ બ્લાસ્ટ રહેણાક સંકુલ પાસે થયો છે કે જ્યાં મોટા ભાગના લઘુમતી શિયા મુસ્લિમો વસે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી- ર૦૧રથી ડિસેમ્બર-ર૦૧૭ સુધી ક્વેટામાં થયેલા આતંકી હુમલાઓમાં હજારા સમુદાયના પ૦૯ લોકો માર્યા ગયા હતા અને ૬ર૭ જખમી થયા હતા.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago