જમ્યા પછી થોડું ચાલવાથી ડાયાબિટીસ ઘટી શકે

અાયુર્વેદમાં કહેવાયું છે કે જમ્યા પછી ઓછામાં ઓછું ૧૦૦ ડગલા ચાલવું જોઈએ તો ઘણા રોગોથી બચી શકાય. અા વાત અાજે પણ એટલી જ સાચી છે. જો તમને ડાયાબિટીસ હોય તો લોહીમાં શુગરની માત્રા ઘટાડવા માટે જમીને તરત થોડુ ચાલવું જોઈએ. ન્યુઝિલેન્ડના સંશોધકોનું કહેવું છે કે ટાઈપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ ધરાવતા લોકોએ સિમ્પલ શુગર ધરાવતી વસ્તુઓ ઓછી માત્રામાં લેવી જોઈએ, પરંતુ જો સિમ્પલ કાર્બોહાઈડ્રેડ ભોજનમાં લીધું હોય તો જમ્યા બાદ ચાલવાનું ન ભુલવું જોઈએ. જમ્યા પછી ચાલવાથી કાર્બોહાઈડ્રેડનું પાચન ઝડપથી થવા લાગે છે અને ચાલવામાં વપરાતી એનરજીથી લોહીમાનો ગ્લુકોઝ ઘટે છે.

You might also like