ડેબિટ કાર્ડ ખોવાઇ જાય તાત્કાલિક આ નંબર પર કોલ કરો

લખનઉ: આજના આધુનિક યુગમાં ડેબિટ કાર્ડ લોકોની દિનચર્યામાં એક મહત્તવનો ભાગ બની ગયું છે. પરંતુ આવા સમયે જો ડેબિટ કાર્ડ ખોવાઇ જાય તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો આવું ક્યારેય પણ થાય તો સૌથી પહેલાં ઝડપથી ડેબિટ કાર્ડને બ્લોક કરાવો. બેન્કમાં તાત્કાલિક કોલ કરીને તમે તેને બ્લોક કરાવી શકો છો. પરંતુ હા તે માટે તમારી પાસે બેન્કનો નંબર હોવો જરૂરી છે. તો આ રહ્યાં બેન્કના નંબર..
એસબીઆઇ- 1860 180 1290
એચડીએફસી-080 6160 6161, or 99458 63333
એક્સિસ બેંક-1800 233 5577 / 1800 209 5577 / 1800 103 5577
આઇસીઆઇસીઆઇ બેંક-22-3366 7777
મહેન્દ્રા કોટક બેંક- 1800 102 6022
પંજાબ અને સિંધ બેંક-022-6643198, 022-66443199
આંધ્રાં બેંક-1800 425 2910
સેંન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા-1800-22-1622, 022 49197319
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા-1800-1033-470
કેનરા બેંક-1800-425-2470
ફોન બેંકિગ દ્વારા કાર્ડને બ્લોક કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી જરૂર એ છે કે ફોન પર સંપુર્ણ માહિતી પૂરી પાડો. આ જાણકારી તમારા જન્મદિવસની તારીખ તેમજ તમારા નામ અને સરનામા સંબંધિત હોઇ શકે છે. આ તમામ સવાલોના તમારે સાચા જવાબ આપવાના હોય છે. કારણ કે જ્યારે તમે તમારું કાર્ડ બ્લોક કરાવો છો ત્યારે તેનો દુરઉપયોગ નથી થઇ શકતો. ત્યાર બાદ તમે ફરીથી નવા કાર્ડ માટે આવેદન કરી શકો છો. તેની સાથે તમારે એક બીજી બાબતને પણ ધ્યાન રાખવાની જરૂર છે કે તમે આ વાતને કોઇ બીજા સાથે શેર ના કરો કે તમારું કાર્ડ ખોવાઇ ગયું છે. જો કે કોઇ શોધી શકે તેના ચાન્સ ઓછા છે.
You might also like