યુપીમાં ભાજપની જીત મુસ્લિમોને દગો આપનારા માટે સબક સમાનઃ ઓવૈસી

કિશનગંજ: ઓલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અસદુદીન ઓવૈસીએ જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશમાં ભાજપનો વિજય એવા લોકો માટે સબક સમાન છે કે જેમણે મુસ્લિમો સાથે છેલ્લા 70 વર્ષથી માત્ર દગો જ કર્યો છે. તેમણે ચૂંટણીમાં તેમની પાર્ટીએ ભાજપને મદદ કરી છે તેવા આક્ષેપ કરનારા લોકોને વળતો જવાબ આપતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે હવે યુપીમાં ભાજપે મુસ્લિમોના હિત માટે વધારે ધ્યાન આપવું પડશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું એવા લોકોને સવાલ કરવા માગું છું કે જેઓ ધર્મનિરપેક્ષતા અંગે ઉપદેશ આપે છે કે ઉત્તરાખંડ અને ઓડિશા (સ્થાનિક નગર નિગમની ચૂંટણી)માં ધર્મનિરપેક્ષ તાકાતનો પરાજય કેમ થયો.

જ્યાં મારી પાર્ટીના કોઈ ઉમેદવારો ઊભા રહ્યા ન હતા. એવી પાર્ટીઓ માટે કે જે મુસ્લિમ હિત માટે લડતા હોવાનો દાવો કરે છે. સચ્ચર કમિટી રિપોર્ટ આ પાર્ટીઓ માટે મુસ્લિમોની સ્થિ‌િત અંગે જાણકારી આપે છે. યોગી આદિત્યનાથ યુપીના મુખ્યપ્રધાન બનવા અંગે ઓવૈસીએ જણાવ્યું કે કોઈ પણ વ્યકિત મુખ્યપ્રધાન બને. તેમણે દેશના બંધારણ અને કાયદાનું પાલન કરવું પડે છે. તેમણે એવો દાવો કર્યો હતો કે એક દિવસ એવો આવશે કે લોકો તેમની પાર્ટીને મત આપશે.

ઓવૈસીએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે ચૂંટણી દરમિયાન તેમના વિસ્તારની મુલાકાત લીધી ન હતી, પણ તેઓ પૂર અને અન્ય આપતિજનક સ્થિ‌તિમાં સીમાંચલના લોકો સાથે રહ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સીમાંચલમાં પૂરનો મુદો કિશનગંજના સાંસદે નહિ પણ તેમણે લોકસભામાં પહેલાં ઉઠાવ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like