મુસ્મિલ કોમનાં બે જૂથો વચ્ચે જોરદાર અથડામણઃ ૧૫ને ઈજા

અમદાવાદ: ગળતેશ્વર નજીક અાવેલા પડાલ ગામે મુસ્લિમ કોમના બે જૂથો વચ્ચે જોરદાર અથડામણ થતાં ૧૫થી વધુ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે ગળતેશ્વર તાલુકાના પડાલ ગામે ગઈકાલે મુસ્મિલના બે જૂથો વચ્ચે જુની અદાવતના કારણે ઉગ્ર બોલાચાલી થયા બાદ ટોળાઓએ સામસામે અાવી જઈ જોરદાર પથ્થરમારો કરતાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક તોફાનીઓએ થર્મોકોલમાંથી બનાવેલી તાજિયાની પ્રતિકૃતિ, મકાનો, દુકાન અને બળદગાડાને અાગ ચાપતા અા તમામ બળીને ખાખ થઈ ગયા હતા. પથ્થરમારામાં અને હુમલામાં ઘવાયેલા ૧૫થી વધુ વ્યક્તિને ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક જાપ્તો ગોઠવી દઈ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું.

You might also like