ઉત્તરાખંડ: કુમાઉંના જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ, સર્ચ ઓપરેશન ચાલુ

દહેરાદૂન: ઉત્તરાખંડન કોર્બેટને અડીને આવેલા પૌલગઢ અને સીતાવનિના જંગલમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. કાલાડૂંગીના પોલીસ અધ્યક્ષ ધટનાસ્થળે વન વિભાગની ટીમ સાથે સર્ચ અભિયાનમાં લાગી ગઇ છે.


કાલાડૂંગીના પોલીસ અધ્યક્ષ પ્રમોદ ઉનિયાલના અનુસાર ગામવાળાઓએ બપોરે 2 વાગે લગભગ એક હેલિકોપ્ટરને આકાશમાં ઉડતું જોયું હતું. હેલિકોપ્ટરને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે, પરંતુ હજુ સુધી સફળતા મળી નથી. કુલાઉ રેંજના ડીઆઇજી પુષ્કર સલાલે કહ્યું કે સૂચના મળતાં જ સર્ચ ઓપરેશનમાં ટીમ લાગી ગઇ છે.

સર્ચ ઓપરેશનમાં જોડાયેલી ટીમ ગામવાળાઓની મદદ લઇ રહી છે, પોલીસનું માનીએ તો પ્રત્યક્ષદર્શીની મદદથી હેલિકોપ્ટરનું સાચું લોકેશન જાણી શકાય છે, કારણ કે છેલ્લી વખત ગામવાળાઓએ તેને આકાશમાં ઉડતું જોયું હતું.

You might also like