નર્સે ઝેરીલા ઇન્જેક્શનથી 90 દર્દીઓને ઉતાર્યા મોતને ઘાટ

જર્મનીમાં દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ હૈયુ હચમચાવી દેતી આ સૌથી મોટી ઘટના સામે આવી છે. જેમા એક પુરૂષ નર્સે ઝેરીના ઇન્જેક્શન મારીને 90 લોકોઓને મોતને ઘાટ ઉતાર્યા છે. પોલીસ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે હાલમાં આ શખ્સ બે લોકોની હત્યા અને ઘણા લોકોની હત્યા પ્રયાસના મામલે આ પુરૂષ નર્સ જનમટીપની સજા કાપી રહ્યો છે.

આ બર્બરતાપૂર્ણ કેસ જર્મનીના બ્રેમેન શહેરના ડેલમેનહોસ્ટ હોસ્પિટલનો છે. ત્યાં નર્સનું કામ કરનારો નીલ્સ હેઝેલ (40) ઇન્સેટિવ કેરયૂનિટમાં ડ્યૂટી કરતો હતો. ત્યાં તેણે 2 દર્દીને મોતને ઘાટ ઉતાર્યા હતા અને અન્ય ઘણા દર્દીઓની હત્યામાં તે દોષિત સાબિત થતા તેને ફ્રેબુઆરી 2015માં જનમટીપની સજા આપવામાં આવી હતી. આ મામલા પર પોલીસે શંકાની અધારે તે સ્થળો પર થયેલા મોતની પણ તપાસ કરી જ્યા નીલ્સની ડ્યૂટી 10 વર્ષ સુધી હતી.

સોમવારે આવેલા પોલીસ રિપોર્ટમાં જણાવવમાં આવ્યું હતું કે નીલ્સ પર 90 હત્યાઓની પુખ્ત શંકા છે. જર્મનીમાં વિશ્વયુદ્ધ બાદની આ સૈથી મોટી અને ખાસ રીતે કરેલા હત્યાનો મામલો છે. મુખ્ય પોલીસ તપાસકર્તા અને સ્મિથ મુજબ, નીલ્સે આ હત્યાઓ અચાનક વગર કોઇ યોજના બનાવીને કરી. નલ્સે તે દરમિયાન ગંભીર રીતે બિમાર દર્દીઓને પોતાના શિકાર બનાવ્યા હતા. જોકે હાલમાં પોલીસને 90 હત્યાના જ પુરાવા મળ્યા છે અન્ય હત્યાઓના નહીં.

આરોપી નીલ્સ હેઝેલે પણ સ્વીકાર્યુ હતું કે તે ગંભીર તબિયત હોય તેવા દર્દીઓને ઝેરીલા ઇન્જેક્શન આપતો હતો. જેનાથી દર્દીનું હાર્ટ ફેઇલ થઈ જતું હતું અને રક્ત પરિવહન બંધ થઈ જતુ હતું. ત્યારબાદ દેખાડો કરતા નીલ્સ દર્દીના હાર્ટનું પંપિંગ કરતો હતો. આશરે 130 દર્દીઓ સાથે નીલ્સને આ ક્રૂરતા આચરી હતી. મુખ્ય તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે 130 શબને કબરમાંથી બહાર કાઢીને તેની તપાસ કરવામાં આવી હતી ત્યારે તેમના શરીરમાં ઝેરની વધુ માત્રા નોંધઆઈ હતી.

You might also like