સળગતા ‘ફૂટબોલ’ સાથે ઉઘાડા પગે મુકાબલો

બાલીઃ ફૂટબોલની જ્યારે વાત થાય છે ત્યારે દિમાગમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લિયોન મેસી જેવાં ઘણાં નામ દિમાગમાં આવી જાય છે, પરંતુ ઇન્ડોનેશિયામાં પરંપરાગત રીતે રમાતા ફૂટબોલની મેચમાં કદાચ આ રમતના દિગ્ગજો પણ રમી ના શકે, કારણ કે આ મુકાબલો સળગતા ‘ફૂટબોલ’ સાથે ઉઘાડા પગે રમાય છે.
આ રમતને ઇન્ડોનેશિયામાં ‘સેપક બોલા અપિ’ કહેવામાં આવે છે. આ રમત રમજાનના મહિનામાં રમાય છે. આના નિયમ સામાન્ય રીતે ફૂટબોલ જેવા જ હોય છે. થોડા ફેરફાર એવા હોય છે કે મેચ લગભગ એક કલાકની હોય છે. આના માટે ફૂટબોલના સ્થાને નારિયેળનો ઉપયોગ થાય છે. નારિયેળને મેચના બે દિવસ પહેલાં કેરોસીનમાં ડુબાડીને રાખવામાં આવે છે. નારિયેળ જૂનું અને સૂકું હોવું જરૂરી છે.

નારિયેળ ઉપરનાં છીલકાંને કાઢી નાખવામાં આવે છે. પ્રત્યેક ટીમમાં પાંચ ખેલાડી હોય છે. કોઈ પણ ખેલાડી પગમાં કંઈ જ પહેરતો નથી. સળગતા નારિયેળથી ખેલાડીઓ પગે દાઝી પણ જાય છે, જોકે ખેલાડી તેની પરવા કરતો નથી. આગના આ ગોળાને માથાથી પણ મારવામાં આવે છે, િબલકુલ એવી જ રીતે, જે રીતે ફૂટબોલની મેચમાં ખેલાડી ‘હેડર’ મારે છે.

You might also like