ઓહ! માછલીમાં દેખાયો ‘ભગવાન’નો ચહેરો, ફોટા થયા વાયરલ

ઈંગ્લેન્ડની એક મહિલાએ એક માછલીનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ તસવીર જોઈને તમે પણ હેરાન થઈ જશો. આ મહિલાએ એવો દાવો કર્યો છે કે, તેને માછલીમાં ભગવાનનો ચહેરો દેખાયો છે.

માહિતી પ્રમાણે, ઈંગ્લેન્ડની આ મહિલાનું નામ હેલન બર્લો છે. હેલને આ માછલીની તસવીરો ખેંચી છે, જેમાં તેણે માણસનો ચહેરો દેખાયો છે. તેના કહેવા પ્રમાણે આ માછલીમાં તેને જીસસનો ચહેરો દેખાયો છે.

હેલને આ તસવીરો પોતાના પૌત્ર માટે ખેંચી હતી. આ તસવીરો હેલને સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટો વાયરલ થઈ રહ્યા છે. એક એક્વેરિયમમાં તેણે માછલીના આ ફોટો પાડ્યા છે.

55 વર્ષની હેલન ગ્રાંટ મેન્ચેસ્ટરના ગાર્ડન સેન્ટરમાં પહોંચી હતી, જ્યાં તેણે એક એક્વેરિયમમાં જોયેલી માછલીનો ફોટો પાડી પોતાના પૌત્રને મોકલી હતી. જો કે તેણે ઘરે જઈને આ માછલીનો ફોટો જોયો તો તેને તેમાં ભગવાનનો ચહેરો દેખાયો હતો. જો કે કેટલાક લોકો આ ફોટાને માત્ર એક ટ્રીક જણાવી રહ્યા છે.

You might also like