મહિલા વૈજ્ઞાનિકે કરી આત્મહત્યા,સુસાઈડ નોટમાં લખ્યું ‘હવે ઘણી જીંદગી જીવી લીધી મેં’

નવી દિલ્હી: દિલ્હીના ઇન્ડીયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરનાર એક ત્રીસ વર્ષીય મહિલાએ પોતાના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લીધી. પોલીસે તેના રૂમમાંથી એક સુસાઇટ નોટ પણ પ્રાપ્ત કરી છે.

રાજધાની દિલ્હીના પૂસા રોડ પર સ્થિત ઇન્ડીયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાં ત્રીસ વર્ષની પૂજા રાય નામની વૈજ્ઞાનિક તરીકે કામ કરતી હતી. ગુરૂવારે સવારે તે પરિસરમાં આવેલા ઓફિસર ફ્લેટમાં મૃત મળી આવી હતી. સૂચના મળતાં જ પોલીસે ઘટના સ્થળ પર લાશને કબજામાં લીધી છે.

પોલીસે પૂજા રાયના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ પ્રાપ્ત કરી છે. પૂજાએ સુસાઇટ નોટમાં લખ્યું હતું કે ‘અત્યાર સુધી ઘણી જીંદગી જીવી લીધે મેં’. પોલીસ કેસની તપાસમાં જોડાઇ ગઇ છે.

મળતી માહિતી અનુસાર પૂજા પરણિત હતી તેનો પતિ એક બિઝનેસમેન હતો. જે દિલ્હીમાં જ બિઝનેસ કરે છે. મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાની રહેવાસી પૂજાના લગ્ન 2015માં થયા હતા. પોલીસ હજુ સુધી પૂજાનું પોસ્ટમોર્ટમ કરી રહી છે. તપાસ ચાલુ છે.

You might also like