વેઇટિંગ એક અલગ જ કહાની

ઇશ્કા ફિલ્મ્સ અને દૃશ્ય ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ‘વેઇટિંગ‘ ફિલ્મનું નિર્માણ પ્રીતિ ગુપ્તા અને મનીષ મુંદડાઅે કર્યું છે. ફિલ્મના ડિરેક્ટર અનુ મેનન છે. ક‌િલ્ક કોચલિન, ન‌િસરુદ્દીન શાહ, રજત કપૂર અને અર્જુન માથુર જેવા કલાકારોઅે અા ફિલ્મને ખરેખર અવેઇટેડ બનાવી છે. અા ફિલ્મ બે લોકો વચ્ચેના એક વિશેષ સંબંધ અંગે છે. બંનેની વચ્ચે હોસ્પિટલમાં મિત્રતા થાય છે. તેમના જીવનસાથી કોમામાં છે. અા ફિલ્મ દુઃખ અંગે છે, પરંતુ સાથેસાથે તેની સાથે લડવાની અને અાશા રાખવાની વાત પણ સુંદરતાથી વર્ણવવામાં અાવી છે. અા એવા બે લોકોની દોસ્તીની કહાણી છે, જેમના જીવનસાથી કોમામાં છે. હોસ્પિટલમાં તેમની મુલાકાત થાય છે અને દોસ્તીમાં તેઅો અાશાનું કિરણ જુઅે છે. અા ફિલ્મ દ્વારા પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક મણિરત્નમ્ની પત્ની સુહાસિની પહેલી વાર હિન્દી ફિલ્મમાં એન્ટ્રી કરશે.

You might also like