એલર્જિક ફૂડની વાત હોય ત્યારે સિંગદાણા એમાં સૌથી મોખરે હોય છે. સામાન્ય રીતે સિંગ ખાવાથી એલર્જિક રિએક્શન આવે ત્યારે જ ખબર પડે છે કે આ ચીજ તમને સદતી નથી, જોકે બ્રિટિશ સાયન્ટિસ્ટોએ ખાસ બ્લડ ટેસ્ટ શોધ્યો છે, જે બાળકોમાં પીનટ્સની એલર્જીનું આગોતરું નિદાન કરે છે.
પ્રાણઘાતક રિએક્શન અને પીડાથી બચી શકાય છે. દર પંચાવન બાળકોમાંથી એકને સિંગદાણાની એલર્જી હોય છે. અત્યાર સુધી એલર્જીનું નિદાન કરવાની પદ્ધતિઓમાં ખોટું રિઝલ્ટ આવવાની સંભાવના ઘણી મોટી છે ત્યારે મેડિકલ રિસર્ચ કાઉન્સિલના નિષ્ણાતોએ ૯૮ ટકા સચોટતા ધરાવતા બ્લડ ટેસ્ટ શોધ્યો છે.