એક ઊંડો શ્વાસ મગજ, મેમરી અને મૂડ સુધારે

ઘણીવાર કોઈ વ્યક્તિ ગુસ્સામાં અાવીને કઈ પણ બોલતી હોય ત્યારે અાપણે એવું કહેતા સાંભળ્યા છે કે ઊંડો શ્વાસ લે અને મગજ શાંત રાખ. અા ઉપરાંત પણ અાપણે ઘણીવાર એવું સાંભળ્યું છે કે જ્યારે ગુસ્સો અાવે ત્યારે ઊંડો શ્વાસ લેવો જોઈએ. અા બધી બાબત માત્ર કહેવા ખાતર કહેવાઈ નથી. એક ઊંડો શ્વાસ વ્યક્તિના શરીર અને મન બંનેમાં પરિવર્તન લાવી શકે છે. ઊંડો શ્વાસ લેવાથી મગજ શાંત થાય છે. છટકેલું દિમાગ ઠેકાણે અાવે છે અને મેમરી પણ સુધરે છે. અમેરિકાના સંશોધકોએ પ્રયોગો કર્યા બાદ સાબિત કર્યું કે ઊંડા શ્વાસની ચમત્કારીક અસરો હોય છે. નાકથી ઊંડો શ્વાસ લેનારા લોકો અન્ય કરતાં વધુ હસમુખા, રમુજી હોય છે. તમારે મૂડ, મગજ અને મેમરી શાંત રાખવા હોય તો ઊંડા શ્વાસ લેવા લાગો.

home

You might also like