રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, શહીદોના પરિવાને મળતી રકમ 2.5 લાખથી વધારી 4 લાખ કરાઇ

ગાંધીનગર: દેશમાં એક પછી એક જવાનના શહિદ થવાના સમાચાર મળી રહ્યા છે. જોકે રાજ્ય સરકારે શહીદ જવાનોના પરિવારને વધુ સહાય મળી રહે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. દેશ માટે શહીદી વહોરનારા જવાનોને રૂ.2.5 લાખની સહાય કરવામા આવતી હતી જે વધારીને રૂ.4 લાખ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનામાં શહીદ જવાનનો પરિવારજનોને આ લાભ મળશે.

નોધનીય છે કે, મુંબઇમાં હુમલામાં આતંકીઓને ઠાર મારનાર શહીદ જવાન અમદાવાદનો હતો તે ગઇકાલે જમ્મુ-કશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણમાં શહીદ થયો છે. શહીદ ગોપાલ ભદોરીયાનો પાર્થિવ દેહ આજે અમદાવાદ લવાશે. પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને વલ્લભ કાકડીયા એરપોર્ટ જશે.CM વિજય રૂપાણીએ જાહેરાત કરતા કહ્યુ હતુ કે શહીદ જવાનના પરિવારને 4 લાખની સહાય અપાશે. શહીદ જવાનને સરકારી સન્માન અપાશે.

બુરહાન વાનીના મૃત્યુ બાદ દેશના ગણા બધા જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે અત્યાર સુધી તેમના મૃત્યુ બાદ એમના પરિવારના લોકોને 2.5 લાખ રૂપિયાની મદદ પૂરી પાડવામાં આવતી હતી.

You might also like