એક દાયકામાં એપ્રિલમાં સતત FIIનું ઊંચું રોકાણ

અમદાવાદ: વિવિધ સકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં સુધારાની ચાલ નોંધાઇ છે. નિફ્ટીએ ૯૨૦૦ની સપાટી ક્રોસ કરી દીધી છે ત્યારે પાછલા એક દાયકાનો ડેટા જોઇએ તો એપ્રિલ મહિનામાં નવ વર્ષમાં એફઆઇઆઇ ઇક્વિટી માર્કેટમાં ખરીદદાર રહ્યા છે, જ્યારે માત્ર એક જ વર્ષ એટલે કે એપ્રિલ-૨૦૧૨માં એફઆઇઆઇની ઇક્વિટી માર્કેટમાં ચોખ્ખી ખરીદી કરતાં ચોખ્ખું વેચાણ ઊંચું જોવા મળ્યું છે. છેલ્લા સળંગ ચાર વર્ષમાં એપ્રિલમાં એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી જોવા મળી છે. એપ્રિલ ૨૦૧૨માં એફઆઇઆઇએ રૂ. ૧૮૬૫ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.

http://sambhaavnews.com/

You might also like