કાનમાં ઘૂસી ગયો વંદો, 9 દિવસ પછી આ રીતે નીકાળવામાં આવ્યો બહાર

અમેરિકાના ફ્લોરિડા શહેરમાં એક મહિલા સાથે વિચિત્ર ઘટના બની. તે સૂઈ ગઈ હતી ત્યારે તેના ડાબા કાનમાં કૉક્રોચ ઘૂસી ગયો હતો. આ વંદો ખૂબ જ અંદર સુધી જતો રહ્યો હતો.

ચોંકાવનારી વાત એ છે કે, આ વંદાને નવ દિવસ પછી બહાર કાઢી શકાયો હતો. જોકે યુવતીના કાનને કોઈ નુકસાન પહોંચ્યું નથી.

કેટી હોલી નામની આ મહિલાએ પહેલાં એવું વિચાર્યું કે, બરફનો ટુકડો તેના કાનમાં ઘૂસી ગયો છે, આથી તેણે બાથરૂમમાં જઈને થોડું રૂ કાનમાં લગાવી દીધું, પરંતુ થોડી વાર પછી કાનમાં કંઈક ચાલતું હોય તેવું મહેસૂસ થયું.

ત્યાર બાદ તેના પતિએ રૂ હટાવ્યું તો વંદાના પગના કેટલાક નાના ટુકડા જોવા મળ્યા. આથી તેણે હોસ્પિટલના ઇમર્જન્સીમાં જઈને બતાવ્યું તો ડોક્ટરે કહ્યું કે, કાનમાં કૉક્રોચ ઘૂસી ગયો હતો, જે નીકાળી દેવાયો છે. જોકે કેટીને ત્યાર બાદ પણ કાનમાં કંઈક મહેસૂસ થયું.

તેમણે તેમના ફેમિલી ડોક્ટરના કહેવા પર ઈએનટી એક્સપર્ટને બતાવી જોયું, જ્યાં જાણવા મળ્યું કે, કૉક્રોચનો 70% ભાગ હજી પણ કાનની અંદર હતો. કેટી કહે છે કે, ‘ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટના ડોક્ટર્સની લાપરવાહીને કારણે કૉક્રોચ મારા કાનમાં નવ દિવસ સુધી રહ્યો હતો, જેને લીધે મારા કાનમાં ઇન્ફેક્શનનું જોખમ હતું.’

You might also like