જૂનાગઢના ગલીયાવાડમાં એક જ પરિવાર વચ્ચે અથડામણ, 10 લોકોને ઇજા

સૌરાષ્ટ્રમાં આવેલ જૂનાગઢમાં એક જ પરિવારના સભ્યો વચ્ચે અથડામણ થઇ હોવાની ઘટના સામે આવી છે. જૂનાગઢમાં આવેલા ગલીયાવાડ ગામમાં એક મુસ્લિમ પરિવારના સભ્યો વચ્ચે અથડામણ થઇ હતી. જો પ્રાથમિક ધોરણે મળતી માહિતી મુજબ મસ્જિદમાં આવેલી દુકાન ખાલી કરવા મુદ્દે બોલાચાલી થઇ હોવાનું જાણવા મળેલ છે.

જોકે આ બોલાચાલી ઉગ્ર બની હતી. આ બોલાચાલી ઉગ્ર બનતાં તલવાર અઅને છરી સહિતના હથિયાર વડે એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તલવાર અને છરી સહિતના આ હુમલામાં મહિલા સહિત 10 લોકોને ઇજા પહોંચી હતી.

આ અથડામણમાં ઇજા પહોંચેલી વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

You might also like