ગુજરાતના વાતાવરણમાં પલટો, રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડ્યા ઝાપટા…

અમરેલી જિલ્લામાં ઉનાળાની ગરમી વચ્ચે વાચાવરણમાં પલટો જોવા મળ્યો છે, અમરેલીના કેટલાક વિસ્તારોમાં ભારે બફારા બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા, જિલ્લાના વંડા, નાના લીલીયા સહિતના વિસ્તારોમાં વરસાદ પજતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આમ અમરેલીમાં પડેલા વરસાદથી કહી શકાય કે રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ચુકી છે, અમરેલી બાદ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ ગારિયાધારમાં પુરજોશ પવન સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. જ્યારે ડાંગ અને સાપુતારામાં પણ વરસાદનું આગમન થયું છે, વાવાઝોડા સાથે હળવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આમ ભાવનગર અને અમરેલીમાં ધગધગતા તાપમાં વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, બંન્ને જગ્યાએ પડેલા વરસાદી ઝાપટાથી હવે રાજ્યામાં અન્ય જગ્યાએ ગરમીમાં શેકાતા લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

You might also like