હાંસોટ-સુરત રોડ પર ઇલાવ નજીક ગમખ્વાર અકસ્માતઃ બેનાં મોત, ત્રણ ગંભીર

અમદાવાદ: હાંસોટ-સુરત રોડ પર ઇલાવ નજીક ભૂંડ રોડ પર આવી જતાં સર્જાયેલા બે અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થયા હતા. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંતી હતી.

મળતી માહિતી મુજબ સુરત-હાંસોટ રોડ પર ઇલાવ નજીકથી બાઇક પર એક યુવાન પસાર થતો હતો ત્યારે રોડ પર ભૂંડ આવી જતા બાઇક ઝાડ સાથે અથડાતા બાઇકચાલકનું ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે આ જ રોડ પર આ જ સ્થળેથી એક કાર પસાર થઇ રહી હતી ત્યારે રોડ પર ભૂંડ આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા રાહદારી દંપતી કારની અડફેટે આવી જતાં પુષ્પાબહેન નામની મહિલાનું મોત થયું હતું જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઉપરાંત બાબરા-ભાવનગર હાઇવે પર એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બે અજાણી વ્યક્તિનાં મોત થયા હતા જ્યારે બસમાં બેઠેલા નવ મુસાફરોને ઇજા પહોંચી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like