જુનાગઢમાં યુવતીની આત્મહત્યા મામલે વિસાવદરનાં 2 PSI સામે ગુનો દાખલ

728_90

જૂનાગઢઃ જિલ્લાનાં વિસાવદરમાં પોલીસનાં ત્રાસથી યુવતીનાં આપઘાત મામલે આખરે 24 કલાક બાદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. વિસાવદરનાં બે PSI સામે ગુનો દાખલ કરાયો છે. PSI વી ટી પરમાર, આર કે સાનિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કલમ 306 અને કલમ 323 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢનાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. પોલીસ દ્વારા ટ્રાફિકનાં પ્રશ્ને પિતાને માર મારતા યુવતી આશિયાના રઝાક ભાઈ મોદીએ (18) પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરી હતી. મહત્વનું છે કે પિતા રઝાકભાઈને ટ્રાફિક અડચણને કારણે માર મારતા પિતાને બચાવવા આવેલ આશિયાનાએ પોલીસ સામે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

મહત્વનું છે કે પિતા રઝાકભાઇને ટ્રાફિક અડચણને કારણે પોલીસ દ્વારા માર મારવામાં આવતાં દીકરી પોલીસ સ્ટેશન ગઇ હતી. ત્યાં પહેલી વારનાં બનાવમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે દીકરીને પણ વાળ ખેંચીને ઢોર માર માર હતી. જેથી બાદમાં તેને ત્યાં આત્મહત્યા કરી હતી. જો કે તેને ગંભીર હાલતમાં 108 મારફત જૂનાગઢમાં ખસેડવામાં આવેલ હતી કે જ્યાં તેનું મોત થયું હતું.

જો કે ઐ મામલે પોલીસ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરતા રઝાક અને તેનાં પરિવારજનોએ આખરે ભારે સમજાવટ બાદ મૃતદેહ સ્વીકાર્યો છે અને જૂનાગઢ SPએ આ અંગે તપાસ કરવામાં આવશે એવી ખાતરી આપી હતી. આ સાથે જ 2 PSI , 2 કોન્સ્ટેબલ અને 2 મહિલા કોન્સ્ટેબલ સામે ૩૦૬ કલમ મુજબ કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે.

You might also like
728_90