હિંમતનગર નજીક કાર સળગી ઉઠતા ચાલક બળીને ભડથું થઇ ગયો

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોલ ગામના પાટીયા પાસે કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા ડ્રાઈવરનું કારમાં મોત થયું છે. અચાનક કારમાં આગ લગાવથી ઉતાવળમાં સેન્ટ્રલ લોકના દરવાજા ન ખુલતા ડ્રાઈવરનું મોત થયું હતું.

જો કે, સ્થાનિકો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઈવરને બચાવી ન શક્યા. જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે, અને સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.તાજેતરમાં કારમાં આગ લાગવાના બનાવો વધી ગયા છે. પણ કેમ લાગે છે કારમાં આગ? કોઈએ જાણવાનો પ્રયત્ન કર્યો નથી આવો અમે તમને જણાવીએ કે, કેમ લાગે છે કારમાં આગ.

કારમાં આગ લાગવાના મોટા ભાગના કેસ માટે શોટ સર્કીટ જવાબદાર હોય છે. કંપની કરતા પણ કાર માલિકની બેદરકારીના કારણે આગ લાગે છે, અને સસ્તી એસેસરીઝ પણ આ માટે જવાબદાર હોય છે. આ ઉપરાંત સ્ટીરિયો સીસ્ટમ, સિકયોરિટી સિસ્ટમ, હેડ લેમ્પ અને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ પણ જવાબદાર છે. કાર માલિકો એસેસરીઝ લોકલ મિકેનીક પાસે ફીટ કરાવતા હોય છે, જે ફીટ કરાવતી વખતે વાયરો ખુલ્લા રહી જતાં હોય છે.

ઉલ્લેખનીય છે કે, ઘણીવાર ખુલ્લા વાયરથી શોટસર્કિટ થાય છે, અને શોટ સર્કિટથી આગ લાગી શકે છે. આ ઉપરાંત સમયાંતરે તમારી કાર સર્વિસ કરાવો, અને એન્જીનની સર્વિસ પર ખાસ ધ્યાન આપો. જરૂરી હોય ત્યારે ઓઇલ, એર અને ઇંજન ફિલ્ટર બદલતા રહો. ફાલતુ એસેસરીઝ ન લગાવશો, તે ઓથોરાઇઝડ ડીલર પાસે ફીટ કરાવો. આ ઉપરાંત કારમાં મોડિફિકેશન ન કરાવો, અને તમારી કાર ઓથોરાઇઝડ સર્વિસ સેન્ટરમાં રીપેર કરાવો, અને કારનું ટેમ્પરેચર સામાન્ય રહે તે જોતા રહો.

You might also like