હદ થઈ ગઈ યાર! ઉદ્યોગપતિએ દીકરીના લગ્નની કંકોત્રીમાં મુકાવ્યું LCD સ્ક્રીન

બેંગલુરુ: લગ્નમાં આમંત્રણ પાઠવવા લોકો જાતજાતની કંકોત્રીઓ છપાવે છે, બનાવડાવે છે. લોકો હંમેશાં કંઈ નવુંનોખું કરવાના મૂળમાં હોય છે. પણ તમે કદીએ કોઈની કંકોત્રીમાં LCD સ્ક્રીન લાગેલું જોયું છે? ન જોયું હોય તો જોઈ લો. કર્ણાટકમાં ભાજપના એક પૂર્વ નેતાએ પોતાની દીકરી માટે બનાવેલી કંકોત્રીમાં આ કરામત કરી છે.

ખાણના ઉદ્યોગપતિ ગલી જનાર્દન રેડ્ડીએ આવા ખાસ કાર્ડ તેમની દીકરીના લગ્ન માટે તૈયાર કરાવ્યા છે. તેમાં એલસીડી સ્ક્રીન લગાવેલી છે. એટલું જ નહિ તેમાં ઓટો પ્લે મોડમાં એક ગીત પણ સેટ કર્યું છે. વીડિયોમાં રેડ્ડી, તેમના પત્ની, દીકરી બ્રાહ્મણી, તેમનો દીકરો અને ભાવિ જમાઈ રાજીવ રેડ્ડી જોવા મળી રહ્યા છે. એક કન્નડ પ્લે બેક ગીત પર બધા લિપ્સિંક કરી રહ્યા છે.

You might also like